કેનેડા માટે વિઝા એપ્લિકેશનને લઈને લોકોમાં ડર, 40 ટકાએ અરજી મોકૂફ રાખવાની કરી વિનંતી

સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝાના લોકોમાં સૌથી વધુ ડર

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
કેનેડા માટે વિઝા એપ્લિકેશનને લઈને લોકોમાં ડર, 40 ટકાએ અરજી મોકૂફ રાખવાની કરી વિનંતી 1 - image



કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન તણાવને કારણે ઈમિગ્રેશન સેન્ટરો નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેનેડા જવા માટે અરજી (Canada visa application) કરનારા લોકો હવે તેને પેન્ડિંગ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઈમિગ્રેશન સેન્ટર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, 40 ટકા લોકોએ અરજી મોકૂફ રાખવાની વિનંતી કરી છે.


લોકોમાં આ કારણોસર ડરનો માહોલ
ઈમિગ્રેશન સેન્ટર ઓપરેટરોના જણાવ્યા અનુસાર તેમને આવતા ફોન દ્વારા એવી વાતનો ડર છે હાલની પરીસ્થિતિને જોતા તેની અરજી અસ્વીકાર ન થઇ જાય. લોકો વર્તમાન પરિસ્થિતિને જોતા જો દૂતાવાસ અરજી નકારી કાઢશે તો ભવિષ્યમાં તેમને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે આ કારણોસર હાલમાં અરજી કરવા ન કરવા અથવા પેન્ડીંગ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતો મુજબ વિઝા અરજીની ફાઇલ એકવાર રદ થઈ જાય પછી તેને ફરીથી ફાઇલ કરવી મુશ્કેલ બની જાય છે.

આ લોકો અરજી પેન્ડીંગ રાખવાની કરી રહ્યા છે વિનંતી

એક્સપર્ટ ઈમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસના એક કર્મચારીના કહેવા પ્રમાણે હાલની પરિસ્થિતિને જોતા દરરોજ ઘણા ફોન આવી રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે, આવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ લાંબો સમય નહીં ચાલે, તેથી જ તેઓ વિઝા અરજીને અમુક સમય માટે જ પેન્ડિંગ રાખવા માગે છે. જેમાં સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.




બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News