Get The App

જસ્ટિન ટ્રુડોની વિઝા પોલિસીના કારણે ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં કેનેડાને પણ ભારે નુકસાન, જાણો કેમ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
જસ્ટિન ટ્રુડોની વિઝા પોલિસીના કારણે ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં કેનેડાને પણ ભારે નુકસાન, જાણો કેમ 1 - image


Image: Facebook

Justin Trudeau Visa Policy: કેનેડાની જસ્ટિન ટ્રુડોની સરકારે દેશમાં નવી વિઝા પોલિસી લાગુ કરી છે. આ પોલિસીથી કેનેડાને અબજો ડોલરનું નુકસાન વેઠવું પડશે. આ નવી ઈમીગ્રેશન પોલિસીની અસર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર પણ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર આ પોલિસીથી માત્ર ઑન્ટેરિયોને આગામી બે વર્ષોમાં 1 અબજ કેનેડિયન ડોલરનું નુકસાન થવાની આશા છે. 

ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે અસર

કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધુ છે. આની અછતના કારણે પણ કેનેડાનું મોટું નુકસાન થશે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મેનેજ કરવા માટે પણ ઘણી નીતિઓ લાગુ કરી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ઉપાય વિદેશી નોંધણી પર મર્યાદા છે. જેનાથી વર્ષ 2024માં નવી સ્ટડી પરમિટમાં 35 ટકાનો ઘટાડો થશે. વર્ષ 2025માં 10 ટકા વધુ ઘટાડો કરવામાં આવશે. સ્ટડી પરમિટ માટે વિદ્યાર્થીઓને 20 હજાર કેનેડિયન ડોલરથી વધુ બચતની જરૂર છે.

આ પણ વાંચો: 28મી ઓકટો. સુધીમાં ત્યાગપત્ર આપી દો : ટ્રુડોની પાર્ટીના સાંસદોએ તેમને આપેલું આખરીનામું

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્વપૂર્ણ

કેનેડાની શિક્ષણ સિસ્ટમમાં ભારતીય વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષ 2022માં ભારતથી સ્ટડી પરમિટ ધારકોની સંખ્યામાં 47 ટકાનો વધારો થયો છે, જે કુલ 3,19,000 થી વધુ છે. બીજી તરફ ઓગસ્ટ સુધી 1,37,445 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે. જે 2023ની તુલનામાં ચાર ટકા ઓછી છે. સત્તાવાર આંકડા અનુસાર કેનેડામાં લગભગ 6 લાખ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. જોકે, હવે સંખ્યામાં ઘટાડો આવી શકે છે. 

માત્ર ઑન્ટેરિયોનું સૌથી વધુ નુકસાન

ઑન્ટેરિયોમાં જ કેનેડાના કુલ વિદ્યાર્થીઓના 40 ટકા રહે છે. આ ઈમિગ્રેશન પોલિસીની અસર સૌથી વધુ અહીં થવાની છે. રિપોર્ટ અનુસાર કાઉન્સિલ ઓફ ઑન્ટેરિયો યુનિવર્સિટીના અધ્યક્ષ અને સીઈઓ સ્ટીવ ઓરસિની અનુસાર આ નીતિઓમાં પરિવર્તનથી ઑન્ટેરિયોની યુનિવર્સિટીને 2024-25માં 30 કરોડ કેનેડિયન ડોલર અને 2025-26માં 60 કરોડ કેનેડિયન ડોલરનો ખર્ચ આવશે. 


Google NewsGoogle News