Get The App

દુબઈ ફરવા જવાનો પ્લાન હોય તો ચેતજો, રદ થઈ રહ્યા છે ટુરિસ્ટ વિઝા: આ એક ભૂલ પડશે ભારે

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
દુબઈ ફરવા જવાનો પ્લાન હોય તો ચેતજો, રદ થઈ રહ્યા છે ટુરિસ્ટ વિઝા: આ એક ભૂલ પડશે ભારે 1 - image


Dubai VISA: સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા હાલમાં જ પર્યટકો માટે પોતાના વિઝા નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. વિઝાના નિયમોમાં થયેલા ફેરફારના કારણે ભારતીય પર્યટકોને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે દુબઈ જવા માટે વિઝા મેળવવું સરળ નથી. પહેલાં આશરે 99% વિઝાનો સ્વીકાર કરી લેવાતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વિઝાની અરજીઓના અસ્વીકારમાં ઘણો વધારો જોવા મળ્યો છે.

વિઝા રિજેક્શનનો દર વધ્યો

પહેલાં જ્યાં વિઝાની અરજીનો અસ્વીકાર થવાનો દર 1-2 ટકા હતો, તે હવે 5-6 ટકા સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ, 100 વિઝા અરજીમાંથી દરરોજ 5-6 વિઝા અરજી નકારી દેવામાં આવે છે. આ નવી સ્થિતિને કારણે પર્યટકોને ન ફક્ત વિઝા ફીનું નુકસાન થાય છે, પરંતુ તેઓએ જે વિમાનની ટિકિટ અને હોટલની બુકિંગ પહેલાંથી કરી દીધી હોય, તેના પર પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: અસદની જેલમાં અપાતું હતું નરક કરતાં પણ ભયાનક મોત, ‘આયરન પ્રેસ’થી લાશને કચડી નખાતી

શું છે નવો નિયમ?

પર્યટક વિઝા અરજીને લઈને યુએઈએ જે કડક નિયમ બનાવ્યા, તે અનુસાર મુસાફરોએ પોતાની રિટર્ન ટિકિટની કૉપી ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. આ પહેલાં ઍરપૉર્ટના અધિકારીઓ આ દસ્તાવેજો તપાસતા હતા. પર્યટકોએ હોટલ રિઝર્વેશનનું પ્રમાણ આપવું પડશે. જો પર્યટક પોતાના પરિવારો સાથે રોકાવા ઇચ્છે છે, તો તેઓએ પોતાના યજમાન પાસેથી ત્યાં રોકાણનું પ્રમાણપત્ર પણ જોડવું પડશે. આ સિવાય પર્યટકો પાસેથી એ વાતની પણ આશા રાખવામાં આવી છે કે, તેમની પાસે દુબઈમાં ફરવા માટે પર્યાપ્ત પૈસા છે, જેના માટે પર્યટકોએ બૅન્ક સ્ટેટમેન્ટ અથવા સ્પૉન્સરશિપ લેટર બતાવવું પડશે.

આ પણ વાંચોઃ સીરિયા પર ઈઝરાયલના તાબડતોબ હુમલા: ત્રણ એરબેઝ તબાહ, બફર ઝોનમાં ઘૂસી વિમાન-હેલિકોપ્ટરમાં કર્યું નુકસાન

દર વર્ષે લાખો લોકો જાય છે દુબઈ

નોંધનીય છે કે, એક સમયે દુબઈ માટે લગભગ 99 ટકા વિઝા અરજીનો સ્વીકાર થઈ જતો હતો. જોકે, હાલ સારી રીતે તૈયાર કરવામાં આવેલી ફાઇલને પણ યુએઈના અધિકારીઓ રિજેક્ટ કરી રહ્યા છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે, ભારતમાંથી દર વર્ષે લાખો લોકો દુબઈ ફરવા જાય છે. ભારતથી 2023માં 60 લાખથી વધારે પર્યટકો દુબઈ ફરવા જાય છે. આવા નિયમોથી ઘણાં મુસાફરો અજાણ છે અને તેના કારણે પણ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. 


Google NewsGoogle News