Get The App

VIDEO : ભારે વરસાદ બાદ દુબઇના આકાશમાં લીલા રંગે ચર્ચા જગાવી, 'ઐતિહાસિક મોસમ' ઘટના

કેટલાક યુઝર્સ કલાઉડ સીડિંગનું આંચકાજનક પરિણામ ગણી રહયા છે.

હેવી રેઇન ઉપરાંત બઇના ગ્રીન આકાશમા ફોટોએ પણ ચર્ચા જગાવી

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
VIDEO : ભારે વરસાદ બાદ દુબઇના આકાશમાં લીલા રંગે ચર્ચા જગાવી, 'ઐતિહાસિક મોસમ' ઘટના 1 - image


Dubai Rain : દુબઇમાં છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર પ્રકારના હવામાનનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ૭૫માં સૌથી વધુ વરસાદ થતા હવામાનશાસ્ત્રીઓ પરેશાન જોવા મળે છે. કેટલાક શોપિંગ મોલ પણ પાણીમાં ડૂબી ગયા હતા. દુબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાઓ પર પાણી ભરાયું હતું આથી દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર બંધ કરવાની ફરજ પડી હતી. લોકોના ઘરો, મેટ્રો સ્ટેશનો અને રસ્તાઓ પર જળપ્રલય આવ્યો હોય એમ પાણી જોવા મળતા હતા.

યુએઇની સરકારી મૌસમ એજન્સીએ 'ઐતિહાસિક મૌસમ' ઘટના છે. યુએઇના સ્ટ્રોમ અને હેવી રેઇનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ઉપરાંત દુબઇના ગ્રીન આકાશમા ફોટોએ પણ ચર્ચા જગાવી છે. આ ગ્રીન આકાશને લોકો ભવિષ્યની આફત માટે ખતરનાક સમજે છે. ગ્રીન આકાશને કેટલાક યુઝર્સ કલાઉડ સીડિંગનું આંચકાજનક પરિણામ ગણી રહયા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, વાયુમંડળ દ્વારા વિખેરાયેલો પ્રકાશ વાદળોની બરફની બૂંદમાંથી પ્રકાશમાન થાય છે. જ્યારે વાયુમંડળમાં લાલ પ્રકાશ વાદળોમાં નીલા પાણી કે બરફમાંથી પસાર થાય છે ત્યારે લીલો રંગ ચમકતો દેખાય છે. વાદળી આકાશ કે બવંડરના આવવા સાથે કોઇ સંબંધ નથી.



Google NewsGoogle News