દુબઈના શાસકની ગ્લેમરસ પત્નીનુ બોડીગાર્ડ સાથે અફેર, ચૂપ રહેવા આપ્યા હતા 12 કરોડ
દુબઈ, તા. 21. નવેમ્બર, 2020 શનિવાર
દુબઈના શાસક શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મકતૂમની ગ્લેમરસ પત્ની હયાનો પોતાના જ બોડીગાર્ડ સાથે સબંધ હોવાનો સનસનીખેજ દાવો બ્રિટનના એક અખબારે કર્યો છે.
અખબારે તો પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, હયાએ આ સબંધો અંગે મોઢુ નહીં ખોલવા માટે બોડીગાર્ડને 12 કરોડ રુપિયા પણ આપ્યા હતા.બ્રિટિશ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.દુબઈના શાસકે પત્નીને કોઈ કારણ આપ્યા વગર શરિયા કાનૂન હેઠળ ગયા વર્ષે છૂટાછેડા આપી દીધા હતા.
રિપોર્ટ પ્રમાણે હયાના જેની સાથે સબંધ હતા તે બોડીગાર્ડ પરિણિત હતો.જોકે અફેરના કારણે તેના લગ્નમાં પણ ભંગાણ પડ્યુ હતુ.રાજકુમારી હયા હાલમાં દુબઈ છોડી ચુકી છે અને કેટલાક વર્ષથી બ્રિટનમાં રહે છે.બાળકોની કસ્ટડીને લઈને તેણે બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો અને તેનો ચુકાદો હયાની તરફેણમાં આવ્યો હતો.
રાજકુમારી હયા પોતાના બોડીગાર્ડને બહુ મોંઘી ગિફ્ટ પણ આપતી હતી.જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદુકનો પણ સમાવેશ થાય છે.રાજકુમારી હયા દુબઈના શાસકની છઠ્ઠી અને સૌથી નાની વયની પત્ની હતી.એવુ મનાય છે કે, બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથે 2016માં તેનુ અફેર શરુ થયુ હતુ.46 વર્ષીય રાજકુમારીનુ અફેર બે વર્ષ ચાલ્યુ હતુ અને એવુ પણ કહેવાય છે કે, રસેલ સાથેના અફેરની વાત જાહેર ના થાય તે માટે તેણે બીજા બોર્ડીગાર્ડને પણ ચૂપ રહેવા માટે કરોડો રુપિયા આપ્યા હતા.
2018માં હયા દુબાઈથી ભાગી છુટી હતી અને તે લંડનમાં રહે છે.તેને બે બાળકો પણ છે.જોકે હયા રસેલ સાથેના અફેરને લઈને થતા દાવાને નકારી ચુકી છે.