Get The App

રણ વિસ્તાર ધરાવતા દુબઈ શહેરમાં ભારે વરસાદને પગલે પૂરના દ્રશ્યો સર્જાયા, જુઓ તસ્વીરો

ગરમ અને રણ પ્રદેશ તરીકે જાણીતા શહેર દુબઈમાં હાલ છે પૂરની સ્થિતિ

આવી આબોહવા ધરવતા દુબઈના આવા હાલથી ચોંકી ઉઠી છે દુનિયા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
રણ વિસ્તાર ધરાવતા દુબઈ શહેરમાં ભારે વરસાદને પગલે પૂરના દ્રશ્યો સર્જાયા, જુઓ તસ્વીરો 1 - image
(photo credit:Dubai Media Office)

Dubai Floods: રણપ્રદેશ ધરવતા શહેર દુબઈમાં હાલ પૂરની સ્થિતિ છે. દુબઈના સાફ રસ્તાઓમાં હાલના સમયમાં પાણી ભરાયેલા છે. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે દુબઈમાં જોરદાર વરસાદ થતા પૂર આવ્યું છે. જેના કારણે વૈજ્ઞાનિકો અને લોકો ચોંકી ઉઠ્યા છે. હાલ તે પાછળનું કારણ જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેમજ પ્રશાસન દ્વારા લોકોને દરિયાકિનારે જવા બાબતે મનાઈ ફરમાવવામાં આવી રહી છે. 

કલાઇમેટ ચેન્જના કારણે આવ્યું પૂર

દુબઈ પોલીસે લોકોને કાદવ અને રેતીવાળા વિસ્તારોમાં જવા બાબતે મનાઈ ફરમાવી છે. કારણ કે ભારે વરસાદ અને પૂરના કારણે જમીન ધસી જવાનો ભય પણ છે. આવા સ્થળોએ અચાનક પૂર પણ આવી શકે છે. સતત હવામાન ખરાબ થવાના કારણે સંયુક્ત આરબ અમીરાતના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું  હોવાનું માનવામાં આવે છે.

પરિવહન થયું ઠપ

પૂરના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં પરિવહન ભાંગી પડ્યું છે. તેમજ દુબઈની સ્થિતિ ખુબ જ ખરાબ છે. રસ્તાઓમાં વાહનોને ચાલવામાં તકલીફ થાય છે તેમજ ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં દુબઈ પૂરના ફોટો અને વિડીયો વાઈરલ છે. 

પૂરની સ્થિતિને પહોચી વળવાની તૈયારી કરે છે દુબઈ 

હાલ દુબઈની મ્યુનિસિપાલીટી પૂરની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તૈયરી કરી રહી છે. તેમજ પાણીના સ્તરમાં થતા વધારા કે ઘટાડા અંગે લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ડ્રેનેજ સીસ્ટમનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જો વધુ વરસાદ આવે તો શું કરી શકાય તે બાબતે પણ નજર રાખવામાં આવી રહી છે. 

UAE સરકારેની ગાઈડલાઈન્સ

જો વધુ વરસાદ આવશે તો UAE સરકારે જણાવ્યું છે કે ઓફીસ બંધ રહેશે. જો જરૂર જણાય તો લોકો શિફ્ટમાં કે પછી ઘરેથી કામ કરી શકે છે. આ ઉપરાંત પ્રાઇવેટ સેકટરને ફ્લેક્સિબલ વર્કિંગ અરેન્જમેન્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કર્મચારીઓની સુરક્ષાઓને ધ્યાનમાં લઈને આ આયોજન કરવામાં આવ્યું છે.  


Google NewsGoogle News