એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર પર થુંકનાર આઈરિશ મહિલાને 6 મહિનાની જેલ

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર પર થુંકનાર આઈરિશ મહિલાને 6 મહિનાની જેલ 1 - image

લંડન/નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2019, શનિવાર

ગયા વર્ષે 10 નવેમ્બરે એર ઈન્ડિયાના ક્રુ મેમ્બરના મોઢા પર થુંકનાર આર્યલેન્ડની મહિલાને બ્રિટનની એક અદાલતે 6 મહિનાની સજા ફટકારી છે.

પોતાની જાતને આઈરિશ વકીલ તરીકે ઓળખાવનાર મહિલા સિમોન બર્ન્સે મુંબઈથી લંડન જતી ફ્લાઈટમાં દારુના નશામાં ક્રુ મેમ્બર્સ સાથે ગેરવર્તણંક કરી હતી. ક્રુ મેમ્બરે વધારે દારુ આપવાની ના પાડી દેતા સિમોન બર્ન્સે ઝઘડો કર્યો હતો અને ક્રુ મેમ્બરના મોઢા પર થુંકી હતી. આ ઘટનાનો વિડિયો પણ બાદમાં વાયરલ થયો હતો.

આ મામલામાં બાદમાં મહિલા સામે બ્રિટનમાં ફરિયાદ થઈ હતી. જેની સુનાવણી બાદ ચુકાદો સંભળાવતા બ્રિટનની અદાલતે કહ્યુ હતુ કે, મહિલા દ્વારા થયેલો વ્યવહાર ખતરનાક છે. સાથે સાથે તેણે જેની સાથે ખરાબ વર્તન કર્યુ છે તેને 300 પાઉન્ડ પણ ચુકવવા પડશે.

કુનાવણી દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે, સિમોન બર્ન્સ પહેલા જ વાઈનની ત્રણ બોટલ પી ચુકી હતી અને ચોથી બોટલ માંગ્યા બાદ ક્રુ મેમ્બરે તેને બોટલ આપવાની ના પાડી દીધી હતી. એક ક્રૂ મેમ્બરે તો એટલે સુધી કહ્યુ હતુ કે મારી 34 વર્ષની કેરિયરમાં કોઈ યાત્રીનો આટલો ખરાબ વ્યવહાર કયારેય જોયો નથી.


Google NewsGoogle News