Get The App

અમેરિકામાં શૂટઆઉટ: ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા, લૉરેન્સ ગેંગના ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
Sunil Yadav Killed in California


Drug Mafia Sunil Yadav Killed in California Shootout: અમેરિકાના કેલિફોર્નિયામાં નકલી પાસપોર્ટ બનાવીને ભારતમાંથી ભાગી ગયેલા ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ  લીધી છે. 

સુનિલ ડ્રગ સ્મગલિંગમાં ઇન્ટરનેશનલ લેવલે કામ કરતો 

સુનિલ ડ્રગ સ્મગલિંગમાં મોટો ખેલાડી માનવામાં આવતો હતો, તે પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ મેળવતો હતો અને તેને દુનિયાભરમાં સપ્લાય કરતો હતો. સુનિલ યાદવ લગભગ 2 વર્ષ પહેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસએ ભાગી ગયો હતો. પહેલા તેણે દુબઈ અને પછી યુએસએમાં બિઝનેસ કર્યો. તેમજ રાજસ્થાન પોલીસે સુનિલ ને રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. 

અમેરિકામાં શૂટઆઉટ: ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા, લૉરેન્સ ગેંગના ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી 2 - image

આ પણ વાંચો: WHOને ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કાર્યકાળના પહેલા જ દિવસે કરશે મોટી જાહેરાત

રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે લીધી હત્યાની જવાબદારી 

એક વાયરલ પોસ્ટમાં હત્યાની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે હું, રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર, આજે કેલિફોર્નિયાના સ્ટોકટનમાં ઘર નંબર 6706 માઉન્ટ એલ્બોર્સ વાય ખાતે સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરમ ખેડા અબોહરની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તેણે પંજાબ પોલીસ સાથે મળીને અમારા ભાઈ અંકિત ભાદુનું એન્કાઉન્ટર કરાવ્યું હતું.

અમેરિકામાં શૂટઆઉટ: ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા, લૉરેન્સ ગેંગના ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી 3 - image


Google NewsGoogle News