ઈરાકમાં અમેરિકી સૈન્ય બેઝ પર ડ્રોન હુમલાથી ખળભળાટ, પેન્ટાગોને આપી પ્રતિક્રિયા, શું યુદ્ધ વકરશે?

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે વધુ વકરે તેવી શક્યતા

ઈઝરાયલને અમેરિકાના સમર્થનને પગલે આ હુમલો કરાયો હોવાના અહેવાલ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ઈરાકમાં અમેરિકી સૈન્ય બેઝ પર ડ્રોન હુમલાથી ખળભળાટ, પેન્ટાગોને આપી પ્રતિક્રિયા, શું યુદ્ધ વકરશે? 1 - image

image : Twitter


Israel vs Hamas War | ઈરાકમાંથી સૂત્રોના જણાવ્યાનુસાર શનિવારે એક આત્મઘાતી ડ્રોને ઇરાકમાં અમેરિકી સૈનિકોની (Attack on US Troops in Iraq) મેજબાની કરી રહેલા એરબેઝ પર હુમલો કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પેન્ટાગોને (Pentagon) આવા કોઈ હુમલાની પુષ્ટી કરવાનો ઇનકાર કરી દીધો છે. દરમિયાન આ હુમલાને લીધે અમેરિકી સુરક્ષાદળોની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે. 

ડ્રોન વડે હુમલો કરાયો 

ઈરાનની નજીકના સશસ્ત્ર જૂથોએ અમેરિકા દ્વારા ઈઝરાયેલના સમર્થનને લઈને ઈરાકમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાઓ કરવાની ધમકી આપી દીધી છે. એક સૈન્ય સૂત્રએ જણાવ્યું હતું કે એક ડ્રોન દ્વારા આ હુમલો (Drone Attack on US Troops) કરાયો હતો અને તે પશ્ચિમી પ્રાંત અનબારમાં (એન અલ-અસદ) એરબેઝની અંદર પડ્યું હતું, જેમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યાં નથી. 

પેન્ટાગોને આ મામલે શું કહ્યું? 

ઈરાન તરફી સશસ્ત્ર જૂથોની ટેલિગ્રામ ચેનલો પર જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો પોતાને ઈરાકમાં ઈસ્લામિક પ્રતિકાર સમૂહ તરીકે ઓળખાવતા જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. અન્ય ઈરાકી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં બે આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. જેમાં એક ડ્રોનને અટકાવી દેવાયો હતો જ્યારે બીજું ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. પેન્ટાગોને કહ્યું કે અમને આવા કોઈ હુમલાની જાણ નથી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે કોઈ ઓપરેશનલ રિપોર્ટિંગ જોયું નથી જે પુષ્ટિ કરે કે હુમલો શનિવારે થયો હતો.

ઈરાકમાં અમેરિકી સૈન્ય બેઝ પર ડ્રોન હુમલાથી ખળભળાટ, પેન્ટાગોને આપી પ્રતિક્રિયા, શું યુદ્ધ વકરશે? 2 - image


Google NewsGoogle News