સૌથી વધુ ફાંસીની સજા કરવા મામલે 'ડ્રેગન' દુનિયામાં ટોચે, સાઉદીમાં દર બે દિવસે 1ને મૃત્યુદંડ : રિપોર્ટ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
સૌથી વધુ ફાંસીની સજા કરવા મામલે 'ડ્રેગન' દુનિયામાં ટોચે, સાઉદીમાં દર બે દિવસે 1ને મૃત્યુદંડ : રિપોર્ટ 1 - image


Image: X

Saudi Arabia: સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તમામ દાવા કરી રહ્યાં છે કે તેઓ સાઉદીને બદલી રહ્યાં છે પરંતુ હજુ પણ સાઉદીમાં આકડા કાયદા છે. સાઉદી અરેબિયા દુનિયાના તે દેશોમાં આવે છે જ્યાં સૌથી વધુ મોતની સજા આપવામાં આવે છે. સાઉદી અરેબિયાના આંતરિક મંત્રાલયે ગુરુવારે બે લોકોને ડ્રગ તસ્કરીના આરોપમાં મોતની સજા આપી. આ વર્ષે અત્યાર સુધી દેશમાં આપવામાં આવેલી ફાંસીની સંખ્યા 106 થઈ ગઈ છે.

મોતની સજા ભોગવનારમાં બે માંથી એક સાઉદી નાગરિક હતો, જેને એમ્ફેટામિન તસ્કરીના આરોપમાં અને બીજો પાકિસ્તાની નાગરિક, જેને હેરોઈન તસ્કરીના આરોપમાં મક્કામાં ફાંસી આપવામાં આવી. ડ્રગ સંબંધિત ગુના માટે ફાંસીની સજા ખતમ કરવાના ત્રણ વર્ષ બાદ 2022માં સાઉદી સરકારે ફરીથી આ ગુનામાં ફાંસીની સજા આપવાનું શરૂ કર્યું છે.

દર બે દિવસમાં એક ફાંસી

ગયા વર્ષે સાઉદી અધિકારીઓએ 172 લોકોને ફાંસી આપી હતી અને આ વર્ષે સાત મહિનામાં જ ફાંસીની સજાની સંખ્યા 106 પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ સંખ્યા 74 હતી. બર્લિન સ્થિત યુરોપીય-સાઉદી માનવાધિકાર સંગઠને સોમવારે સાઉદી અરબની ટીકા કરતા કહ્યું કે લગભગ દર બે દિવસમાં એક ફાંસીની સજા આપવામાં આવી રહી છે. સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું, 196 દિવસમાં 100 ફાંસી સાઉદી સરકારના મોતની સજાને સામાન્ય કરવાના ઈરાદાને દર્શાવે છે. જે આંતરરાષ્ટ્રીય કાયદા અને તેની સત્તાવાર પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન છે. 

કયા દેશના કેટલા નાગરિકોને મળી ફાંસી

આ વર્ષે ફાંસી પર લટકાવવામાં આવેલા 78 સાઉદી નાગરિકો, આઠ યમનના, પાંચ ઈથોપિયન, સાત પાકિસ્તાની, ત્રણ સીરિયન અને શ્રીલંકા, નાઈજીરિયા, જોર્ડન, ભારત અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. આ 78 લોકોમાંથી બે મહિલાઓને પણ ફાંસી આપવામાં આવી. અધિકારીઓનું માનવું છે કે ફાંસી શરિયા કાનૂન હેઠળ છે અને પબ્લિક ઓર્ડરને અકબંધ રાખવા માટે જરૂરી છે.

ચીન ઈરાન પણ પાછળ નહી

રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયાએ ગયા વર્ષે ચીન અને ઈરાન બાદ સૌથી વધુ લોકોને ફાંસી આપી હતી. ચીનમાં 2023માં લગભગ 1000 અને ઈરાનમાં 853 લોકોને ફાંસી આપવામાં આવી હતી જ્યારે સાઉદીમાં ગયા વર્ષે 172 લોકોને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાને સામાન્ય રીતે માથુ કાપવાની સજા માટે ઓળખવામાં આવે છે. દેશમાં માર્ચ 2022માં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જે બાદ સાઉદીને વિશ્વભરથી નિંદાનો સામનો કરવો પડ્યો હતો. 

કિંગ સલમાન તેલ નિકાસ કરતાં દેશની છબિ બદલવા અને પર્યટકો અને રોકાણકારોને લોભાવવા માટે ઘણા પ્રોજેક્ટ ચલાવી રહ્યાં છે. દેશમાં આવી કડક સજાઓ અને માનવ અધિકારોની અવગણના તેમના વિઝન 2030 પર સીધી રીતે અસર નાખી શકે છે. 


Google NewsGoogle News