ડ્રેગન નેપાળની ધરતી ગળી રહ્યો છે : નેપાળની સરહદ પર કબ્જો જમાવી દિવાલ બનાવી
- કાલી ગંગા નૈસર્ગિક સીમા અંગે નેપાળ ભારત સાથે ઝઘડે છે
- તિબેટને સ્પર્શીને રહેલા નેપાળના હુમલા જિલ્લામાં કાંટાળા તારના ગુચ્છા પાથર્યા છે, દિવાલ બનાવી છે ઉપરાંત પાકાં મકાનો બનાવી દીધાં છે
કાઠમંડુ : એક તરફ ઇસ્લામાબાદમાં સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસ.સી.ઓ.) પરિષદમાં સભ્ય દેશો પરસ્પરનો સહકાર વધારવા તેમજ દરેક દેશનાં સાર્વભૌમત્વ અને અખંડિતના ચક્ષુણ્ણ રાખવા વચનબંધી બન્યા છે. ત્યારે સામ્યવાદી અને તેની તિબેટની સરહદ પરથી અંદર ઘૂસી નેપાળના તિબેટ સરહદે આવેલા તેના હુમલા જિલ્લામાં કબ્જો જમાવી દિવાલ બનાવી લીધી છે અને તે દિવાલની સલામતી માટે તેની ફરતા કાંટાળા તારનાં ગુંચળાંના થર ઉપર થર કરી દીધા છે.
ચીનાઓની આ પ્રવૃત્તિ અંગે તે વિસ્તારના ગ્રામવાસીઓએ સરકારનું ધ્યાન દોર્યું ત્યારે ઓલી સરકારે ચીનના દૂતાવાસ સમક્ષ તે અંગે વિરોધ નોંધાવ્યો ત્યારે ચીનના દૂતાવાસે જણાવી દીધું કે તે પ્રદેશ અમારો હોવાથી અમે તે કાર્યવાહી કરી રહ્યાં છીએ. આથી એક સમયે ચીનના પીઠુ ગણાતા ઓલીની સરકારે જણાવ્યું કે અમારા નકશામાં તે પ્રદેશ અમારો દર્શાવવામાં આવ્યો છે. તેટલું જ નહીં પરંતુ અમારા મહેસૂલ વિભાગનાં દફતરમાં ત્યાંથી પ્રાપ્ત કરાયેલી મહેસૂલની દાયકાઓથી ચાલી આવતી નોંધો છે. તો તે પ્રદેશ તમારો કઇ રીતે બની શકે. આથી ચીની દુતાવાસે કહ્યું કે અમે તે વિષે તપાસ કરીશું પરંતુ અત્યારે તો પરિસ્થિતિ યથાવત રહેવા દઇએ. આનો અર્થ તેટલો જ કે ચીન તે વિસ્તાર છોડવા માગતું નથી.
બીજી તરફ નેપાળે તેની પશ્ચિમની ભારત સાથેની સીમા કાલીગંગા નદી ઓકે છે તે સ્વીકારવાની જ ના કહે છે. વાસ્તવમાં દાયકાઓથી નહીં સૈકાઓથી કાલીગંગા નદી ભારત-નેપાળની સરહદીય રેખા બની રહી છે. તે ન સ્વીકારવા ચીન નેપાળને ચઢાવી રહ્યું છે. તો બીજી તરફ પોતે જ તેના કબ્જાનીચેનાં તિબેટ સાથેની નેપાળની ભૂમિ હડપ કરી રહ્યું છે.