પેરિસના એરપોર્ટની અંદર સામૂહિક નમાઝ, ફ્રાંસના પૂર્વ મંત્રી ભડકયા

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
પેરિસના એરપોર્ટની અંદર સામૂહિક નમાઝ, ફ્રાંસના પૂર્વ મંત્રી ભડકયા 1 - image

image : Twitter

પેરિસ,તા.7 નવેમ્બર 2023,મંગળવાર

ઈઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે જે દેશોમાં પેલેસ્ટાઈન તરફી દેખાવો મોટા પાયે થઈ રહ્યા છે તેમાં ફ્રાન્સ પણ સામેલ છે અને તેના કારણે સમગ્ર દેશમાં તણાવ છે ત્યારે પેરિસના ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ પર ડિપાર્ચર હોલમાં જોર્ડનના સેંકડો લોકોએ સામૂહિક નમાઝ અદા કરી છે. 

જેને લઈને ફ્રાંસમાં મોટો વિવાદ સર્જાયો છે. ટર્મનિલ બે પર લગભગ 30 લોકોએ નમાઝ અદા કરી હતી. આમ તો એરપોર્ટ પર પ્રાર્થના કરવા માટે એક વિશેષ જગ્યા પણ છે. આમ છતા આ લોકોએ ટર્મિનલના ડિપાર્ચર હોલમાં નમાઝ પઢી હતી. 

જેના પર એરપોર્ટના મુખ્ય અધિકારી ઓગસ્ટિન રોમાનોટે કહ્યુ હતુ કે, આ એક અફસોસજનક ઘટના હતી. કારણકે પ્રાર્થના કરવા માટે બીજા સ્થળ છે. હવે એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓને વધારે ચોકસાઈ વરતવા માટે કહેવામાં આવ્યુ છે. જોકે આ ઘટનાને વધારે પડતી ચગાવવાની જરુર નથી. 

જોકે આ ઘટના બાદ ફ્રાંસના પૂર્વ કેન્દ્રીય મંત્રી નોએલ લેનોય ભડકયા છે. તેમણે નમાઝની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યુ છે કે, એરપોર્ટ પરના મુખ્ય અધિકારી શું કરી રહ્યા છે....શું એરપોર્ટ હવે એક પ્રાર્થના સ્થળમાં બદલાઈ ગયુ છે અને આ બદલાવને માન્યતા અપાઈ છે?


Google NewsGoogle News