યુક્રેન યુદ્ધ અંગે શાંતિ દરખાસ્ત સાથે દોવલ મોસ્કોમાં અમારી મદદની જરૂર હોય તો અમે તૈયાર છીએ : જયશંકર
- મોદીએ પુતિનને સ્પષ્ટ કહ્યું : 'આ યુગ યુદ્ધનો નથી' : મોદી યુદ્ધનો અંત લાવી શકશે, તેમ પુતિન સહિત ઘણાને આશા
બર્લિન : યુક્રેન યુદ્ધ અંગે વડાપ્રધાન મોદીએ તૈયાર કરેલી શાંતિ દરખાસ્તો લઈ ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવાલ મોસ્કો પહોંચી ગયા છે. તેઓ રશિયાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર સાથે મંત્રણા યોજવાના છે. તે પછી દોવલ તે શાંતિ દરખાસ્તો પ્રમુખ પુતિન સમક્ષ પણ રજૂ કરવાના છે.
દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં જો ભારતીય જરૂર હોય તો અમે સહાય કરવા તૈયાર છીએ.
નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલી શાંતિ દરખાસ્તો રશિયા કે યુક્રેન તે સ્વીકારશે કે નહીં તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યુક્રેનની મુલાકાત દરમિયાન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં જરૂર પડે તો ભારત પણ સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે, તેટલું જ નહીં પરંતુ તેવો પોતે જ તેમાં સક્રીય રીતે ભાગ લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના બહુ મોટા નેતાઓને રશિયા તેમજ યુક્રેન તેમ બંને સાથે સારા સંબંધો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંધાય કો- ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટ સમયે (મધ્ય એશિયાના કીર્ગીસ્તાનના પાટનગર બિશેકસમાં) પ્રમુખ પુતિનને કહ્યું હતું કે, આ યુગ યુદ્ધનો નથી. આ જ વાત મોદીએ તેઓની મોસ્કો મુલાકાત સમયે પણ કહી હતી.
બીજી તરફ યુક્રેનની મુલાકાત સમયે પણ પ્રમુખ ઝેલેન્સ્કીને આ વિવાદનો ઉકેલ મંત્રણા અંતે રાજદ્વારી ગતિવિધિ દ્વારા લાવવા અનુરોધ કર્યો હતો. આમ મોદીએ પુતિન તેમજ ઝેલેન્સ્કી તેમ બંને સાથે સારા સંબંધો હોવાથી તેઓ આ વિવાદમાંથી માર્ગ શોધી શકશે તેમ નિરીક્ષકોનું કહેવું છે. પુતિને પોતે જ કહ્યું હતું કે, આ વિવાદમાં મધ્યસ્થી તરીકે ભારત, બ્રાઝિલ કે ચીનને સ્વીકારવા તૈયાર છે. બ્રાઝિલનું બહુમતિ નથી. ચીનમાં યુક્રેનને વિશ્વાસ નથી. વિશ્વની નજર હવે ભારત ઉપર છે.