પાકિસ્તાન હવે ‘ગધેડા’ના સહારે: જાણો ગધેડા પાછળનું ગણિત અને સમાજ વ્યવસ્થાના આટાપાટા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન હવે ‘ગધેડા’ના સહારે: જાણો ગધેડા પાછળનું ગણિત અને સમાજ વ્યવસ્થાના આટાપાટા 1 - image


Image:Freepik

પાકિસ્તાનનો ગઈકાલે બહાર આવેલ 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય બનયો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે પરંતુ દેશના અર્થકરણને ચાલતું રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે.

આ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી છે. સામે પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહ-સંબંધ છે પરંતુ આ વિરોધાભાસી વલણે પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મુક્યા છે પરંતુ સવાલ એ થાય કે ભારતના પાડોશી પરંતુ દુશ્મનાવટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે?

પાકિસ્તાનમાં કેમ વધારે ગધેડા જોવા મળે છે?

પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ ગઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે, પરંતુ સવાલ એ થાય છે કે અહીં આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે?

પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ છે. અહીં એક ગધેડાની કિંમત 15થી 20 હજાર રૂપિયા માત્ર છે. પાકિસ્તાનથી દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ ચીન જ છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદે છે અને તેનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે.

વર્ષ

સંખ્યા

2019-20

55 લાખ

2020-21

56 લાખ

2021-22

57 લાખ

2022-23

58 લાખ

2023-24

59 લાખ


રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જિલેટીન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક/ટોનિક દવાઓ બનાવવામાં થાય છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવા પણ ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેઓનો ઉપયોગ માલસામાનના વહન માટે પણ થાય છે.

પાકિસ્તાન હવે ‘ગધેડા’ના સહારે: જાણો ગધેડા પાછળનું ગણિત અને સમાજ વ્યવસ્થાના આટાપાટા 2 - image

રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેનો ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ-વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમના પર્વતીય વિસ્તારો (કીરથાર રેન્જ)માં જયાં વ્યવસ્થિત રસ્તા જ નથી ત્યાં પર્વતોમાં રચાયેલી કેડીઓ ઉપર આ સ્યોર ફુટેડ એનિમલ્સ જ માલ લઇ જઇ શકે છે અને અવરજવર માટે માણસો ગધેડા ઉપર બેસીને મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યાં છે.


Google NewsGoogle News