ટ્રમ્પની જીતથી નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી સાચી પડી, ભારત માટે પણ ચાર મહત્ત્વની વાત કહી હતી
Image: Facebook
Nostradamus Prophecy: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર સત્તા વાપસી કરી લીધી છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને બીજી વખત જીત મેળવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સાથે જ તમામ રાજકીય ચર્ચાઓની વચ્ચે ભવિષ્યવક્તા નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ પર એક વખત ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફ્રાંસના મહાન ભવિષ્યવક્તા નોસ્ત્રાદેમસની સદીઓ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણીને અમેરિકાના રાજકારણ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ઈસ. 1555માં 'The Prophecies' (Les Prophéties) નામે નોસ્ત્રાદેમસનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું, જેને નોસ્ત્રાદેમસે 1503ની આસપાસ લખ્યું હતું. આ પુસ્તકમાં ભારત સહિત દેશ-દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ ચૂકી છે.
નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીને ટ્રમ્પની જીત સાથે કેમ જોડવામાં આવી રહી છે
'The Prophecies' પુસ્તકમાં નોસ્ત્રાદેમસમાં વિશ્વની મહાશક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક અનુસાર મહાશક્તિનો નવો રાજા ઉંમરના અંતિમ પડાવ પર સિંહાસન પર બીજી વખત કબ્જો સંભાળશે. હવે 1555માં એક દેશ તરીકે અમેરિકાની રચના થઈ નહોતી. અમેરિકાની રચના 1776માં થઈ હતી પરંતુ નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીમાં મહાશક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વર્તમાન સમય અનુસાર અમેરિકા મહાશક્તિ દેશોમાંથી એક છે. અમેરિકામાં તાજેતરમાં જ ચૂંટણી પણ થઈ છે, જેમાં ટ્રમ્પની ઉંમર વર્તમાનમાં 78 વર્ષ છે. દરમિયાન નોસ્ત્રાદેમસની સદીઓ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં અમેરિકા ચૂંટણી અને ટ્રમ્પની જીતની ઝલક નજર આવે છે.
આ પણ વાંચો: 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો... ટ્રમ્પના ચૂંટાવાથી શાંતિકાળ આવશે કે હચમચશે દુનિયા?
ભારતમાં જન્મ લેશે મુક્તિદાતા યોદ્ધા
નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીઓની પુસ્તકમાં ભૌગોલિક સંકેત આપતાં ભારતની વાત કરી છે. આ ભવિષ્યવાણી અનુસાર ભારતમાં એક મુક્તિદાતા જન્મ લેશે. જે રાજકારણ જ નહીં પરંતુ ધર્મના ક્ષેત્રે પણ સક્રિય રહેતા ઘણા મહાન કાર્ય કરશે. તે મુક્તિદાતાની હાજરીમાં વંચિત વર્ગના લોકોની સમસ્યાઓ દૂર થતી રહેશે અને ઘણા મોટા સંકટોને ટાળી શકાશે.
ત્રીજું વિશ્વયુદ્ધ છેડાશે હિન્દનો દેશ ઝઝૂમતો રહેશે
નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ અનુસાર સમગ્ર દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધનો સામનો કરશે. દુનિયાના ઘણા દેશોની વચ્ચે સ્થિતિઓ ઉત્પન્ન થઈ જશે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ બનશે. આ વિશ્વયુદ્ધમાં ઘણી મહાશક્તિ ભાગ લેશે. આ સાથે જ હિન્દનો પ્રાચીન દેશ, જેને ભારત સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે, તે ઝઝૂમતો નજરે પડશે. નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીમાં આ વાત સ્પષ્ટ નથી કે અહીં ઝઝૂમવાનો અર્થ કમજોર સ્થિતિ સાથે છે કે પછી બીજો કોઈ અર્થ છે.
આ પણ વાંચો: બાઈડેન 31 મહિનામાં જે ન કરી શક્યા તે ટ્રમ્પે સત્તામાં બેસતાં પહેલાં જ કરી બતાવ્યું! યુદ્ધનો અંત?
ધર્મ વહેંચાશે અને ચારે તરફ હાહાકાર મચશે
નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીમાં બહુ ધર્મોવાળી પૃથ્વીની વાત કરી છે. આ ભવિષ્યવાણી અનુસાર જોઈએ તો ભારતમાં પણ ઘણા ધર્મોના લોકો રહે છે. આ સિવાય ભારતમાં ધર્મનો વિષય ઘણી વખત હિંસકરૂપ પણ લેતો રહ્યો છે. ધર્મને લઈને ઘણી વખત હુલ્લડ પણ જોવામાં આવ્યા છે. દરમિયાન ઈન્ટરનેટ યુગ આવ્યા બાદથી ધર્મને લઈને લોકોની વચ્ચે સાંપ્રદાયિક કટ્ટરતા વધી છે. જેનાથી ધર્મ જોડવાના સ્થાને લોકોને વહેંચવા લાગ્યો છે. નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી અનુસાર ભવિષ્યમાં આના અન્ય પણ ભયાવહ પરિણામ જોવા મળી શકે છે.
ઋતુઓ માટે પ્રસિદ્ધ દેશમાં બગડશે હવામાનનું સંતુલન
નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીઓમાં વધુ એક ભવિષ્યવાણી કરી છે, જેને ભારત સાથે જોડીને જોવામાં આવી રહી છે. આ ભવિષ્યવાણી અનુસાર દુનિયાનો એક એવો પ્રાચીન દેશ જે વિભિન્ન ઋતુઓના આગમન માટે પ્રસિદ્ધ છે. જ્યાં પવિત્ર નદીઓ વહે છે, જ્યાં હવામાનનું સંતુલન ખોરવાશે. ગરમીનો પ્રકોપ એટલો વધશે કે પૃથ્વી તપતી નજર આવશે. ઠંડીના મોસમમાં હાડ થીજવતી ઠંડી પડશે. મનુષ્ય તડકો જોવા તરસશે. નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ કેટલી સાચી થશે, એ તો આવનારો સમય જ બતાવશે કેમ કે ભવિષ્યવાણીઓ વિશે ક્યારેય પણ સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય નહીં. માત્ર અમુક સંકેતોથી જોડીને જ ભવિષ્યવાણીઓને વિભિન્ન ઘટનાઓ સાથે જોડવામાં આવે છે.