Get The App

H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પના સમર્થકોમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પના સમર્થકોમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ 1 - image


Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ અમેરિકામાં નવા ફેરફારો મુદ્દે અવનવી થઈ રહી છે. તેમાં પણ ટ્રમ્પે જે વચનો આપીને મત મેળવ્યા હતા, જેનાથઈ વિપરિત જાહેરાતો થતા તેમના જ સમર્થકો વચ્ચે વિખવાદ થયો છે. ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી વખતે એચ-1બી વિઝા સહિત ઈમિગ્રેશન મુદ્દે આકરૂં વલણ અપનાવ્યું હતું, પરંતુ હવે તેઓ ઈમિગ્રેશન પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે. 

ટ્રમ્પનું બેવડું વલણ અને મસ્કનું સમર્થન

આ દરમિયાન ટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને અમેરિકન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિભાગના પ્રમુખ બનાવ્યા હતા. આ નિર્ણયને કેટલાક લોકોએ ટ્રમ્પના બેવડા વલણ સાથે સરખાવ્યો હતો. આ ઉપરાંત એચ-1બી વિઝા મામલે પણ નરમ વલણ અપનાવતા ટ્રમ્પના સમર્થકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

વાત એમ છે કે, ઈમિગ્રેશનના વિરોધી રહેલા ઈલોન મસ્કે પણ ટ્રમ્પનો પક્ષ લેતાં એચ-1બી વિઝાને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, અમેરિકન ટેક્નોલોજી કંપનીઓએ દેશમાં કામ કરી રહેલા એન્જિનિયર્સની સંખ્યા બમણી કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે, તમારી ટીમ ચેમ્પિયનશીપ જીતે તો તમારે ટોપ ટેલેન્ટની ભરતી કરવી પડશે.

ઈન્ફ્લુએન્સર લોરા લૂમરે કર્યો મસ્કનો વિરોધ  

જો કે, અનેક લોકોની ટ્રમ્પ અને મસ્કનું વલણ લોરા લૂમરને પણ પસંદ ના પડ્યું. લોરા લૂમર ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જાણીતા ઈન્ફ્લુએન્સર છે. તેમણે મસ્કનો વિરોધ કરતા કહ્યું કે, ‘અમેરિકામાં એન્જિનિયરિંગ ટેલેન્ટની અછત છે. તેને સિલિકોન વેલી સુધી સીમિત રાખી શકો છે.’ જો કે, મસ્કની દલીલ હતી કે, ‘તમે શું ઈચ્છો છો, અમેરિકા જીતે કે હારે? જો તમે વિશ્વની સૌથી સારી પ્રતિભાઓને અન્ય દેશોમાં જવા મજબૂર કરશો, તો અમેરિકા તેમની સામે નબળું પડી જશે.’ 

H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પના સમર્થકોમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ 2 - image

લૂમરે શ્રીરામ કૃષ્ણનને પણ આડે હાથ લીધા 

લોરા લૂમરે શ્રીરામ કૃષ્ણનની નિમણૂકની પણ ભારે ટીકા કરી છે. તેમણે કૃષ્ણનની એક જૂની પોસ્ટ અંગે સવાલો પણ ઊભા કર્યા છે. એ પોસ્ટમાં કૃષ્ણને પ્રોફેશનલ વર્કર્સ માટે વિઝા અને ગ્રીન કાર્ડ આપવાનું સમર્થન આપતાં જોવા મળ્યા કર્યું હતું. બીજી તરફ, ટ્રમ્પ તેનાથી વિરૂદ્ધ વલણ ધરાવે છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે હાલમાં જ એચ-1બી વિઝા પ્રોગ્રામ સ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું. 

નિક્કી હેલી સહિતના દિગ્ગજોનું લોરા લૂમરને સમર્થન

એચ-1બી વિઝા મામલે ટ્રમ્પે વલણ બદલ્યું છે. લોરાના આ વિરોધનું ટ્રમ્પના જ સમર્થકો મેટ ગેટ્જ, બ્રોડકાસ્ટર બ્રેડન ડિલે અને નિક્કી હેલીએ સમર્થન કર્યું છે. જ્યારે ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીએ ટ્રમ્પની એચ1બી વિઝાની વાતને સમર્થન આપ્યું છે. અમેરિકામાં 70 ટકાથી વધુ એચ-1બી વિઝાધારકો ભારતીયો છે, જે અમેરિકાની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં ભારતીય પ્રોફેશનલ્સના દબદબાનો સંકેત છે. 

લૂમર સહિતના લોકોની દલીલો શું છે? 

ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીએ એચ-1બી વિઝા પર આપેલા નિવેદનોનો લોરા લૂમર સહિતના લોકો સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા છે. લૂમરે લખ્યું છે કે, ‘મેં એચ-1બી વિઝામાં ઘટાડો કરવા ટ્રમ્પને મત આપ્યો હતો. હું ઈમિગ્રેશન અટકાવવા માગતી હતી.’

તો અન્ય એક ટ્રમ્પ સમર્થકે પણ ટ્રમ્પનો વિરોધ કરતા લખ્યું છે કે, 'મને હંમેશા સારૂં લાગે છે, જ્યારે આ ટેક્નિકલ ભાઈ (મસ્ક) સ્પષ્ટપણે કહે છે કે, તેમને અમેરિકાની સંસ્કૃતિ સમજાતી નથી. અમેરિકાની તમે પણ એક સમસ્યા છો. આપણે અમેરિકન્સ પાછળ રોકાણ કરવું જોઈએ. તેમને પ્રાથમિકતા આપવી જોઈએ. વિદેશી શ્રમિકોને નહીં...'

H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પના સમર્થકોમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ 3 - image


Google NewsGoogle News