ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ પસંદગીથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઇ છે
- વિદેશમંત્રી સંરક્ષણ મંત્રી, રાષ્ટ્રીય સલામતી સલાહકાર અને CIAના વડા તમામ પાકિસ્તાન વિરોધી અને ભારત તરફી છે
વૉશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેઓની કેબિનેટની પસંદગી કઇ રીતે કરે છે, તે ઉપર પાકિસ્તાનની શહબાઝ સરકાર બાજ નજર રાખી રહી છે. જેમ જેમ તે કેબિનેટનાં નામ જાહેર થતાં જાય છે તેમ તેમ પાકિસ્તાનને આંચકા આવતા જાય છે. વાસ્તવમાં નવનિર્વાચિત પ્રમખે નામ નક્કી કરી જ લીધાં છે, તેથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે.
૧. વિદેશ મંત્રી : આ પદે સેનેટર માર્કો રૂબિયો નિશ્ચિત કરાયા છે. તેઓે આતંકવાદ અંગે સેનેટમાં રજૂ કરેલાં વિધેયકમાં ભારતનાં મંતવ્યને પૂરો ટેકો આપવા સાથે, પાકિસ્તાનની ચશ્મપોશીની સખત ટીકા કરી છે. તેથી તેનાં લશ્કરી મથક રાવલપિંડીમાં ખતરાની ઘંટી વાગી ગઈ છે.
આ ઉપરાંત રૂબિયોએ ભારત અમેરિકા સંરક્ષણ કરારો કરવા માટે સેનેટમાં એક વિધેયક પણ રજૂ કર્યું હતું. સાથે ચીનની વધી રહેલી દાદીગીરીનો સામનો કરવા માટે ભારતને સાથ આપવા જણાવ્યું હતું. પાકિસ્તાન ચીનનું પાલતુ રાષ્ટ્ર છે. તેથી તે મૂંઝવણ વધી રહી છે. આ વિધેયક ભારતને જાપાન, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા તથા નાટો સભ્યોને સમકક્ષ ગણવા અનુરોધ કરે છે.
૨. સંરક્ષણ : ચીનની વધી રહેલી દાદાગીરીને લક્ષ્યમાં રાખી સંરક્ષણ ક્ષેત્રે ઘનિષ્ટ સહકાર ભારત સાથે રચાવવાનો ટ્રમ્પનો મત છે. ચીનનું પાલતુ પાકિસ્તાન સાથી ખરેખરૃં ગભરાયું છે.
૩. માકિ વૉલ્ટઝ : રાષ્ટ્રીય સલામતી પદે વૉલ્ટઝની નિયુક્તિ થવા સંભવ છે. તેઓ પાકિસ્તાનના કઠોર ટીકાકાર છે. તેઓએ પાકિસ્તાનને કઠોર શબ્દોમાં કહી દીધું છે કે ત્રાસવાદ વિદેશ નીતિનો ભાગ હોઈ શકે જ નહીં. તેઓનું આ મંતવ્ય દિલ્હીનાં મંતવ્ય સમાન જ છે. ત્રાસવાદીઓને નાણાં મળવા માટે તેઓ પાકિસ્તાનને જ જવાબદાર ગણે છે.
૪. નેશનલ ઇન્ટેલિજન્સ ડીરેકટર : તુલસી ગબ્બાર્ડ : તેઓએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. તે પૂરી સ્વેચ્છાથી સ્વીકાર્યો છે. તેઓ પાકિસ્તાનની ધર્માંધતાનાં પ્રખર ટીકાકાર છે. ૨૦૧૧માં યુ.એસ. નેવી સીલ્સ દ્વારા ઓસામાબિન લાદેન એન્કાઉન્ટરને તેઓ યોગ્ય જ ગણે છે. જ્યારે ૨૦૧૯માં પુલવામામાં ભારતીય સેનાાના જવાનોને લઇ જતી બસ પરના હુમલાને વખોડે છે.
૫.CIA ચીફ જ્હોન સ્ટેક્લિફ : અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા જે કયા મહત્ત્વના દેશના કયા મહત્ત્વના અધિકારીને કેટલી છીંક આવી તેની પણ માહિતી મેળવી શકે છે. તેઓ ચીન અને ઇરાનના કટ્ટર વિરોધી છે. તે બંને ઉપર તો તેઓની સતત બાજનજર છે. ચીનનું પાલતુ પાકિસ્તાન આથી ઉજાગરે જ સુવે તેમાં આશ્ચર્ય નથી.
૬. આમ એકંદરે જોતાં ઇસ્લામાબાદ ટ્રમ્પની કેબિનેટનાં બ્લેક લિસ્ટમાં જ મુકાઈ ગયું છે, અને નવી દિલ્હીની તુલનામાં તેનું કોઈ સ્થાન જ રહ્યું નથી.