ટ્રમ્પનો મોટો નિર્ણય, એટર્ની જનરલ તરીકે પામ બોન્ડીની કરી નિમણૂક, વિવાદા બાદ મૈટ ગેટ્સે નામ ખેંચ્યું હતું પરત
Image : Instagram |
Attorney General Of The United States : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના આગામી એટર્ની જનરલ તરીકે પામ બોન્ડીની નિમણૂક કરી છે. આ પહેલા તેમણે ફ્લોરિડા રાજ્યના એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ માટે પહેલા પૂર્વ સાંસદ મૈટ ગેટ્સેને નિમણૂક કર્યાં હતા, પરંતુ તેમને પોતાનું નામ પાછું લઈ લીધું હતું.
એટર્ની જનરલ તરીકે પામ બોન્ડીની નિમણૂક
મૈટ ગેટ્સનું નામ પાછું ખેંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના આગામી એટર્ની જનરલ તરીકે પામ બોન્ડીનું નામ આગળ કર્યું છે. કથિત જાતીય ગેરવર્તણૂકના વિવાદમાં નામ આવવાથી મૈટ ગેટ્સને ડેમોક્રેટિક પાર્ટીની સાથે તેમની રિપબ્લિકન પાર્ટી તરફથી પણ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. આ વિરોધથી પરેશાન થઈને તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મને ક્લોરિડાના પૂર્વ એટર્ની જનરલ પામ બોન્ડીને અમેરિકાના આગામી એટર્ની જનરલ તરીકે નિમણૂક કરીને ગર્વ અનુભવાય છે. પામ બોન્ડીએ લગભગ 20 વર્ષ સુધી ફરિયાદી તરીકે કામ કર્યું હતુ. આ દરમિયાન ગુનેગારો સામે શખ્ત વલણ દાખવીને ફ્લોરિડાના લોકો માટે એક સુરક્ષિત સ્થાન બનાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કર્યાં બાદ, અમેરિકામાં તંત્રને આકાર આપવાના કાર્યમાં લાગી ગયા છે. અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ સહિત અનેક મહત્ત્વપૂર્ણ પદો માટે નામોની જાહેરાત કરી છે. તેઓ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.