Get The App

ભારતીય મૂળના એકમાત્ર ઉમેદવાર પણ ટ્રમ્પ સામે પરાસ્ત, અમેરિકન પ્રમુખ પદની દાવેદારી નક્કી!

જોકે નિક્કી હેલી કેટલા માર્જિનથી હાર્યા તે અંગે હજુ ખુલાસો થવાનો બાકી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ભારતીય મૂળના એકમાત્ર ઉમેદવાર પણ ટ્રમ્પ સામે પરાસ્ત, અમેરિકન પ્રમુખ પદની દાવેદારી નક્કી! 1 - image


US President Election And Donald Trump news | અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા પ્રમુખ પદના દાવેદારોએ ચૂંટણી પ્રચારમાં તેજી લાવી છે. આ દરમિયાન સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકનની પ્રાઈમરી ચૂંટણીમાં ટ્રમ્પે તેમના હરીફ ભારતીય મૂળના નિક્કી હેલીને હરાવી દીધા હતા. જીતનું માર્જિન કેટલું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

હોમ ગ્રાઉન્ડમાં હાર્યા નિક્કી હેલી 

આ નિક્કી હેલીનું હોમ સ્ટેટ છે. આ શાનદાર જીત બાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની દિશામાં મજબૂત પગલું આગળ વધાર્યું છે. હવે તેમનો સામનો જો બાઈડન સામે  થશે.

હેલી બે વખત ગવર્નર રહ્યાં હતા 

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જોરદાર સમર્થન મળ્યું છે. ચૂંટણી બાદ જાહેર થયેલા સર્વેના આધારે એવું કહેવાય છે કે તેમની જીત નિશ્ચિત મનાય છે. ગુનાઇત આરોપો હોવા છતાં ટ્રમ્પે અહીં મોટી લીડ મેળવી છે. બે વખત ગવર્નરની ચૂંટણી જીતનાર દક્ષિણ કેરોલિનાની વતની નિક્કી હેલી પણ ટ્રમ્પ સામે હારી ગયા હતા. રિપબ્લિકન પાર્ટીમાં હેલી એકમાત્ર એવા ઉમેદવાર હતા જે ટ્રમ્પને પડકારતા જોવા મળ્યાં હતાં.  આ હાર બાદ તેમની પ્રમુખ પદના ઉમેદવારની રેસમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ છે.

ભારતીય મૂળના એકમાત્ર ઉમેદવાર પણ ટ્રમ્પ સામે પરાસ્ત, અમેરિકન પ્રમુખ પદની દાવેદારી નક્કી! 2 - image


Google NewsGoogle News