Get The App

18 હજાર ભારતીયોને ઘરભેગા કરશે ટ્રમ્પ, મોટા ભાગના ગુજરાતી: ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
18 હજાર ભારતીયોને ઘરભેગા કરશે ટ્રમ્પ, મોટા ભાગના ગુજરાતી: ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર 1 - image


US Deportation: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના દિવસે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકાના ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. તેની તૈયારી માટે ICE (U.S. Immigration and Customs Enforcement)ના દેશનિકાલ (Deportation) માટે લગભગ 15 લાખ વ્યક્તિની યાદી તૈયારી કરી છે. આ યાદીમાં આશરે 18 હજાર ભારતીય નાગરિકો સામેલ છે. આ તમામ પર ભારતીયોના માથે દેશનિકાલની તલવાર લટકી છે.

18 હજાર ભારતીયોનો થશે દેશનિકાલ?

નવેમ્બર, 2024માં રજૂ કરવામાં આવેલા ICEના અનુસાર, અમેરિકામાં અંતિમ દેશનિકાલના આ દેશ સાથે 15 લાખ વ્યક્તિઓમાંથી 17, 940 ભારતીયો સામેલ છે. 

આ પણ વાંચોઃ 'અમેરિકા-યુરોપની યાત્રા જોખમી સાબિત થશે...' રશિયાએ તેના નાગરિકોને કેમ ચેતવણી આપી?

ઓક્ટોબરમાં પણ કરાઈ હતી કાર્યવાહી

Pew Research Center ના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,00 ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીય છે. જે મેક્સિકો અને અલ સાલ્વાડોરની પછી ત્રીજા નંબરની સૌથી મોટી ગેરકાયદે ઇમિગ્રન્ટ વસતી બની ગઈ છે. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં આ ડેટા જાહેર થયા તે પહેલા, અમેરિકાએ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના દેશનિકાલ માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના જણાવ્યા અનુસાર, 22 ઓક્ટોબરે ભારત મોકલેલી ફ્લાઇટનું આયોજન ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ જતાં જતાં બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500 લોકોની સજા 'માફ' કરી!

90 હજાર ભારતીયોની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગેરકાયદે રીતે અમેરિકાની સરહદો પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સરેરાશ 90,000 ભારતીયોની ધરપકડ કરાઈ હતી. સ્થાનિક ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ પૈકી મોટાભાગના પંજાબ, ગુજરાત અને આંધ્ર પ્રદેશના નાગરિકો છે.

અમેરિકાનો આરોપ

ICE દસ્તાવેજે ભારતીય સત્તાવાળાઓ દ્વારા સંકલન ન કરવાનો તેમજ દેશનિકાલની પ્રક્રિયાને જટfલ બનાવવાનો તેમજ અમેરિકાને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. દેશનિકાલના અમલીકરણ વ્યૂહરચનાના ભાગરૂપે આ પડકારોનો સામનો કરવા રાજદ્વારી પગલાંની ચકાસવામાં આી રહ્યા છે. 


Google NewsGoogle News