Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર, હશ મની કેસમાં સજા સંભળાવાશે

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
 Donald Trump


Hush Money Case: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ 10મી જાન્યુઆરીએ સજા સંભળાવશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો કે, જજે જેલમાં ન જવાનો સંકેત આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વર્ચ્યુઅલ રીતે સુનાવણી માટે હાજર રહી શકે

કોર્ટનો આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદના શપથ ગ્રહણના બે અઠવાડિયા કરતા ઓછા સમય પહેલા આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે. અગાઉ તેમણે પોર્ન સ્ટાર્સને પૈસા આપવાના આરોપોને ફગાવી દીધા હતા અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ન્યૂયોર્કના ન્યાયાધીશ જુઆન માર્ચેને સંકેત આપ્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા અથવા દંડ નહીં થાય, પરંતુ તેમને 'શરતી મુક્તિ' આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે સુનાવણી માટે હાજર રહી શકે છે.

આ પણ વાંચો: શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડાઈ યથાવત્, લદાખમાં બે ગેરકાયદે પ્રાંત બનાવી દીધા


શું છે હશ મની કેસ?

અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2006માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. વર્ષ 2016ની પ્રમુખ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી ડેનિયલ્સ આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડોલર આપીને ચુપ રહેવા અને ખોટા બિઝનેસ રેકોર્ડ્સ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.

20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ

ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં પ્રમુખ તરીકે શપથ લેશે. રિપબ્લિકન પાર્ટીએ સેનેટ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું છે, જ્યાં તેમની પાસે 52 બેઠકો છે જ્યારે ડેમોક્રેટ્સ પાસે 47 છે. રિપબ્લિકન પાસે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ લીડ છે, જ્યાં તેમની પાસે 216 બેઠક છે, જ્યારે ડેમોક્રેટ્સ પાસે 209 બેઠક છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર, હશ મની કેસમાં સજા સંભળાવાશે 2 - image



Google NewsGoogle News