WHOને ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કાર્યકાળના પહેલા જ દિવસે કરશે મોટી જાહેરાત
Trump WHO Withdrawal: ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ઘણા મહત્વપૂર્ણ લોકોને નોમિનેટ કર્યા છે. તેમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયર સહિત અન્ય ઘણા નામો પણ સામેલ છે, જેઓ WHOના ટીકાકાર હતા. તેમજ અમેરિકાના WHOમાંથી બહાર થવાની અટકળો પણ ચાલી રહી છે.
અમેરિકા WHOમાંથી બહાર થવાની અટકળો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ તેનો શપથગ્રહણ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડી દેવાનું એલાન કરી શકે છે. જેના માટે તેમની ટીમ તૈયારી કરી રહી છે. એવામાં જો અમેરિકા WHO છોડી દેશે તો આ સંગઠન નબળું પડશે અને વૈશ્વિક સ્વાસ્થ્ય પર ચીનનો પ્રભાવ વધશે.
યુએસ હેલ્થ પોલિસીમાં મોટા ફેરફારો થશે
નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ WHOમાંથી બહાર થઇ જાય છે, તો તે અમેરિકાની હેલ્થ પોલીસીમાં મોટો ફેરફાર હશે. આ સાથે જ વૈશ્વિક મહામારી સામે લડવાના પ્રયાસોથી અમેરિકાને અલગ કરી દેવામાં આવશે.
ટ્રમ્પે 2020માં પણ WHO છોડી દેવાની પ્રક્રિયા શરુ કરી હતી
ટ્રમ્પે 2020માં WHO છોડી દેવાની પ્રક્રિયા શરુ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ જો બિડેને આ નિર્ણય અટકાવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી છે કે, 'WHO કોવિડ-19ના પ્રારંભિક ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમજ WHO એ ચીનની કઠપૂતળી છે.'