Get The App

ડૉનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર ભારે આયાત કર લગાડવા શપથ લીધા : ચીને વળતો ફટકો મારવા સામે કહી દીધું

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ડૉનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર ભારે આયાત કર લગાડવા શપથ લીધા : ચીને વળતો ફટકો મારવા સામે કહી દીધું 1 - image


- આ ટેરિફ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી ફેન્ટાનીલ અને તેના જેવી ગેરકાયદે ચીજોની આયાત નહીં અટકે : ડૉનાલ્ડ ટ્રમ્પ

વૉશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, તેઓ મેક્સિકો, કેનેડા અને ચાયનામાંથી આયાત થતી ચીજો ઉપર ભારે આયાત કર નાખવાના શપથ લીધા છે. આ સામે ચીને વળતો ફટકો મારતાં કહ્યું કે, ''આ ટ્રેડવૉરમાં કોઈ વિજયી નહીં બની શકે.''

પોતાના ટ્રુથ સોશ્યલ એકાઉન્ટ ઉપર શ્રેણીબદ્ધ કરેલા પોસ્ટ્સ ઉપર અમેરિકાના સૌથી મોટા વ્યાપારી દેશોમાંથી આવતી દરેક ચીજ વસ્તુઓ ઉપર ભારે આયાત કર લાદવા જણાવ્યું હતું.

તેઓએ કહ્યું, 'જાન્યુઆરીની ૨૦મી તારીખે હું સૂત્રો સંભાળી લઈશ ત્યારે મારો સૌથી પહેલો હુકમ મેસ્કિકો અને કેનેડામાંથી આવતા માલસામાન પર ૨૫ ટકા આયાત કર લાદવાનો હશે. સાથે બીજા પોસ્ટમાં લખ્યું કે અત્યારે ચીનમાંથી આયાત થતા માલ ઉપર જે ડયુટી લાદવામાં આવે છે, તેમાં પણ તેઓ વધારો કરશે. (આથી ચીનમાંથી થતી આયાતી ચીજોમાં ૬૦ ટકા ડયુટી લાદવામાં આવે તે સ્પષ્ટ છે.') આ સાથે તેઓએ કહ્યું હતું કે ફેન્ટાનીલ જેવાં ડ્રગ્ઝની દાણચોરી અટકાવવા પણ કઠોરતમ પગલાં લેવાશે. (ફેન્ટાનીલ એક નશાકારક દવા છે જે ડ્રગ-અફીણ જેવો જ નશો ચઢાવે છે.)

પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે અન્ય કેટલાયે દેશોમાંથી થતી આયાત પર ભારે કરબોજ નાખવાની જાહેરાત કરી હતી. તે પૈકી ચીન ઉપર તો ૬૦ ટકા આયાત કર લાદવાનાં શપથ લીધા હતા જે સર્વવિદિત છે.

આ જાહેરાત પછી ચીન તથા કેનેડા બંનેએ તત્કાળ પ્રતિભાવો આપવા શરૂ કર્યા છે. દરેકે કહ્યું છે કે ટ્રમ્પ તે કેમ ભૂલી જાય છે કે પારસ્પરિક લાભમાં છે.

ચીનના અમેરિકા સ્થિત દૂતાવાસના પ્રવક્તા બિઉ પેન્ગ્યુએ કહ્યું હતું કે આ વ્યાપાર યુદ્ધમાં કોઈ વિજેતા નહીં હોય. ચીન-અમેરિકા વ્યાપાર સંબંધો બંનેને માટે લાભકારક છે તે (ટ્રમ્પ) કેમ ભૂલે છે.

કેનેડાએ કહ્યું અત્યારે અમેરિકા અમારી વીજળી ખરીદે છે. જે વાસ્તવમાં અમેરિકાના કામદારો માટે જ લાભકર્તા છે. કેનેડાનાં નાયબ વડાપ્રધાન ક્રીસ્ટીયા ફ્રીલેન્ડે કહ્યું હતું કે, ''અમે નવાં રચાનારાં અમેરિકાનાં વહીવટીતંત્ર સાથે આ અંગે મંત્રણા કરીશું.''

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પહેલીવાર પ્રમુખપદે આવ્યા ત્યારે તેઓએ તેમની વ્યાપાર-નીતિ અતિકઠોર બનાવી હતી. તેમાં તેઓએ ચાયના, મેક્સિકો, કેનેડા અને યુરોપને પણ તેમની વ્યાપાર નીતિમાં નિશાન બનાવ્યાં હતાં.

ચીન આ વખતની ભાવિ વ્યાપાર નીતિ સામે વળતા પ્રહારો કરવાની ગણતરી માંડે છે. જો તેમ કરશે તો તેથી અમેરિકાના ખેડૂતોને નુકસાન થવા સંભવ છે, કારણ કે ચીનથી આયાત થતી ચીજો પૈકી મોટાભાગની ખેતીવાડી સંબંધી હોય છે.


Google NewsGoogle News