ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતાં જ ચીન ચિંતામાં મૂકાયું, આ મામલે ડ્રેગનને થશે મોટું નુકસાન!
Donald Trump Victory Affects China: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. તેઓ દેશના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. ટ્રમ્પની આ બીજી જીત છે. તેઓ 2016 થી 2020 સુધી દેશના 45માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. એવામાં હવે ટ્રમ્પની જીતના કારણે ચીનનું ટેન્શન વધ્યું છે. ચીન હવે વેપાર, ટેક્નોલોજી અને સુરક્ષાના મુદ્દે અમેરિકા સાથે આગામી ચાર વર્ષની હરિફાઇની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકા ચીન પર લગાવી શકે છે 60% ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ચીનથી આયાત થતા માલ પર ભારે ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પ ચીન વિરોધી નીતિ માટે જાણીતા છે. તેમણે કહ્યું છે કે દેશમાં ઉત્પાદન વધારવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઈરાદાથી ચીનથી આયાત થતા સામાન પર 60% ટેરિફ લગાવી શકાય છે, જ્યારે અન્ય દેશો પર તે 10% સુધી હોઈ શકે છે.
અમેરિકા ચીનને આર્થિક મોરચે મોટો ફટકો આપી શકે છે
એવામાં ચીનથી અમેરિકામાં આયાત થતા સામાન પર પ્રતિબંધ લાગી શકે છે. ટ્રમ્પ વર્ષોથી ચીનના રણનીતિકારોને આ વાત કહેતા આવ્યા છે, જે ચીનને આર્થિક મોરચે મોટો ફટકો આપી શકે છે.
આ સિવાય ટ્રમ્પે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પના નેતૃત્વના જે વેપાર યુદ્ધ થશે તે ચીનને હચમચાવી દેશે. કારણ કે ચીન દર વર્ષે અમેરિકાને $400 બિલિયનથી વધુનો સામાન વેચે છે.
ચીનના વિકાસ દરમાં પણ ઘડાડો
કોવિડ-19એ ચીનની અર્થવ્યવસ્થાને ધીમી કરી દીધી છે, આથી હાલ ચીન મંદીનો સામનો કરી રહ્યું છે. 2020માં ચીનનો વિકાસ દર ઘટીને માઈનસ 2.2 ટકા થઈ ગયો છે, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધાયેલ ચીનનો સૌથી નીચો વિકાસ દર છે.
તાઈવાન મુદ્દે પણ તણાવ
આ સિવાય દક્ષિણ ચીન સાગરમાં તાઈવાન સાથે ચીનના વધતા સંઘર્ષના કિસ્સામાં ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા આક્રમક બની શકે છે. આ ક્ષેત્રમાં અમેરિકા તેની સૈન્ય ગતિવિધિઓ પણ વધારી શકે છે. એકંદરે અમેરિકા ચીન પર ભારે દબાણ વધારી શકે છે.