WHOથી હટ્યું અમેરિકા, કેનેડા પર 25 ટકા ટેરિફ: શપથવિધિ પછી ટ્રમ્પના તાબડતોબ આદેશ
Donald Trump Executive Orders List: ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા પછી તરત જ, ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ચાર્જ સંભાળતી વખતે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે બાયડન સરકારના 78 નિર્ણયોને રદ કર્યા છે. આ સાથે તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે શપથ લેતાની સાથે જ કઈ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા
- 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત 1500 લોકોને માફી આપી.
- ડ્રગ્સ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.
- અમેરિકાની દક્ષિણી સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોથી અમેરિકન લોકોને સુરક્ષિત કરવામાં આવશે.
- 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવામાં આવશે.
- અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે
- ફેડરલ સરકારમાં નિમણૂકો મેરિટના આધારે થશે.
- સરકારી સેન્સરશીપ સમાપ્ત થશે અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવશે.
- અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કરવામાં આવ્યું.
- યુએસ-મેક્સિકો બોર્ડર પર નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી.
- રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા.
- ઇલેક્ટ્રિક વાહન (EV) નો ફરજિયાત ઉપયોગ નાબૂદ.
- અમેરિકામાં જન્મથી નાગરિકતા સમાપ્ત થઈ.
- અમેરિકામાં TikTokના સંચાલન માટે 75 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરુ કરી દીધી છે.