Get The App

'જો ઈરાન પરમાણુ કરાર નહીં કરે તો બોમ્બમારો કરીશું', ન્યુક્લિયર ડીલને લઈને ટ્રમ્પની ધમકી

Updated: Mar 30th, 2025


Google News
Google News
'જો ઈરાન પરમાણુ કરાર નહીં કરે તો બોમ્બમારો કરીશું', ન્યુક્લિયર ડીલને લઈને ટ્રમ્પની ધમકી 1 - image


Donald Trump Threatens Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપી દીધું છે. તેમણે સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય, તો બોમ્બમારો કરવામાં આવશે. આ ઉપરાંત, તેને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

ન્યૂઝ એજન્સીના અનુસાર, NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ઈરાન સંમત નહીં થાય તો બોમ્બમારો થશે. જો ઈરાન સંમત નહીં થાય, તો હું ફરીથી તેમના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું.'

ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઈરાન પર હતા કડક પ્રતિબંધો

પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે 2015ના ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને અલગ કરી દીધું હતું. આ કરારમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેના બદલામાં તેને આર્થિક પ્રતિબંધોમાંથી રાહત મળી હતી. ત્યારબાદ ટ્રમ્પે ઈરાન પર ફરીથી કડક અમેરિકન પ્રતિબંધો લાદ્યા, જેનાથી ઈરાનનું આર્થિક સંકટ વધુ વધ્યું.

ઈરાને ટ્રમ્પની ધમકીને ફગાવી

બીજી તરફ, તેહરાને ટ્રમ્પની ધમકીઓને નકારી કાઢી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું હતું કે, 'ઈરાને ટ્રમ્પના પત્રનો જવાબ ઓમાન દ્વારા મોકલ્યો છે. પત્રમાં ટ્રમ્પે ઈરાન સાથે નવા પરમાણુ કરારની અપીલ કરી હતી. ટ્રમ્પની આ ધમકી મધ્ય પૂર્વમાં તણાવમાં વધુ વધારો કરી શકે છે, કારણ કે ઈરાન તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને સતત વેગ આપી રહ્યું છે.'

Tags :