Get The App

...તો તમે ખુશ નહીં રહો શકો: અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી

Updated: Jan 21st, 2025

GS TEAM


Google News
Google News
...તો તમે ખુશ નહીં રહો શકો: અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી 1 - image


Donald Trump Threatens BRICS: અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (20મી જાન્યુઆરી) 47મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. તે પહેલા ઓવલ ઓફિસ પહોંચ્યા અને અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી. ત્યારબાદ બાઈડેન સરકારના ઘણાં નિર્ણયો ઉલટાવી દેવામાં આવ્યા અને ઘણાં નવા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. પરંતુ હવે અહેવાલ છે કે ટ્રમ્પે બ્રિક્સ (BRICS)ને પડકાર ફેંક્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને પડકાર ફેંકતા કહ્યું કે, 'જો બ્રિક્સ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પરિણામો ભોગવવા પડશે અને તમે ખુશ નહીં રહો શકો. આ દેશોએ અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો છે.'

ભારત પણ બ્રિક્સમાં સામેલ છે

ભારત પણ બ્રિક્સમાં સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ડિસેમ્બરમાં બ્રિક્સ દેશોને ધમકી આપી હતી કે જો બ્રિક્સ દેશોએ યુએસ ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કર્યો તો તેઓ તેમના પર 100 ટકા ટેરિફ લાદશે. તેમનો ખતરો બ્રિક્સ જોડાણમાં સમાવિષ્ટ દેશો માટે છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અન્ય દેશો પર ટેરિફ, સરહદ પર દીવાલ, પનામા...: શપથવિધિ બાદ ટ્રમ્પની મોટી જાહેરાતો


બીજી તરફ તુર્કી, અઝરબૈજાન અને મલેશિયાએ બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી છે. આ ઉપરાંત, ઘણાં અન્ય દેશોએ પણ તેમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, અમેરિકી ડોલર હજુ પણ વૈશ્વિક વેપારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે અને ભૂતકાળમાં પડકારો હોવા છતાં તે તેની સર્વોપરિતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

બ્રિક્સના સભ્યો અને અન્ય વિકાસશીલ દેશોનું કહેવું છે કે, વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં અમેરિકાના વર્ચસ્વથી કંટાળી ગયા છે. બ્રિક્સ દેશો યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડીને તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે.

...તો તમે ખુશ નહીં રહો શકો: અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી 2 - image

Tags :