Get The App

ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને સબક શિખવાડવાની જાહેરાત

Updated: Nov 26th, 2024


Google News
Google News
Donald Trump


Donald Trump on Tariff: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના સતત વધતા ધસારાને લઈને કેનેડા અને મેક્સિકોથી આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે આવતા ડ્રગ્સ માટે પણ ચીનને જવાબદાર ઠેરવ્યું છે અને ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાની વાત કરી છે.

કેનેડા અને મેક્સિકોને ભારે ટેરિફ ચૂકવવું પડશે 

ટ્રમ્પે સોમવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું કે, '20 જાન્યુઆરીએ પદના શપથ લીધા બાદ હું સૌથી પહેલું કામ કેનેડા, ચીન અને મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાડવાનું કરીશ.' 

ટ્રમ્પે વધુમાં લખ્યું કે, 'હજારો લોકો મેક્સિકો અને કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેઓ પોતાની સાથે ડ્રગ્સ અને ક્રાઈમ લાવી રહ્યા છે. જો કેનેડા અને મેક્સિકો ઇચ્છે તો તેઓ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકી શકે છે અને તેમની પાસે આવું કરવાની સત્તા પણ છે. તેથી, કેનેડા અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે અને જ્યાં સુધી કેનેડા અને મેક્સિકો તેમની સરહદ દ્વારા યુએસમાં આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાવશે નહીં, ત્યાં સુધી તેઓએ ભારે ટેરિફ ચૂકવવા પડશે.'

આ પણ વાંચો: બૈરૂત પરના ઈઝરાયેલી હુમલામા હિઝબુલ્લાહે વળતો જવાબ આપ્યો : ઈઝરાયેલ પર 250 રોકેટ છોડયા

ચીન સપ્લાય કરે છે ફેન્ટાનીલ દવા 

ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે, 'ચીનથી મોટા પ્રમાણમાં દવાઓ ખાસ કરીને ફેન્ટાનાઈલ અમેરિકામાં આવી રહી છે. તેમણે ભૂતકાળમાં ચીન સાથે ડ્રગ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ચીને ડ્રગ્સ પેડલર્સ સામે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી, પરંતુ તેમ છતાં અમેરિકામાં ફેન્ટાનાઇલ ડ્રગ્સનો ધસારો બેરોકટોક ચાલુ છે. આવી સ્થિતિમાં, અમારી સરકાર દવાઓને રોકવામાં સક્ષમ ન હોવાથી ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદશે.'

ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને સબક શિખવાડવાની જાહેરાત 2 - image


Tags :
donald-trumptariffcanadamexicochina

Google News
Google News