Get The App

અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, ટ્રમ્પે કહ્યું- 'અમે અડધો જ વસૂલી રહ્યા છીએ'

Updated: Apr 3rd, 2025


Google News
Google News
અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, ટ્રમ્પે કહ્યું- 'અમે અડધો જ વસૂલી રહ્યા છીએ' 1 - image


Trump Reciprocal Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરિફની જાહેરાત કરીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ વસૂલશે એટલો જ ટેરિફ અમેરિકા તેની પાસેથી વસૂલશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું ન કર્યું. તેણે અડધો ટેરિફ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 2:00 વાગ્યે) ટેરિફની જાહેરાત કરી દીધી છે. 

ટ્રમ્પે શું કર્યું એલાન?

ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ આજથી લાગુ

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મોટી જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે પહેલી જ જાહેરાતમાં ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફને આજથી લાગૂ કરી દીધી છે. જો કે, તેની જાહેરાત ટ્રમ્પ પહેલા પણ કરી ચૂક્યા હતા.

ટ્રમ્પે આપ્યું મોટરસાઇકલનું ઉદાહરણ

પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા અન્ય દેશો પાસેથી મોટરસાઇલો પર માત્ર 2.4 ટકા ટેરિફ વસૂલે છે. આ વચ્ચે થાઈલેન્ડ અને અન્ય દેશ ખુબ વધારે કિમત વસૂલી રહ્યા છે. જેમકે ભારત 60 ટકા, વિયતનામ 70 ટકા અને અન્ય દેશ તેનાથી પણ વધુ કિમત વસૂલી રહ્યા છે. આપણા શ્રમિકો વર્ષોથી જે ક્રૂર હુમલાનો સામનો કરવો પડ્યો છે, આ તેમના વિરૂદ્ધ કરવામાં આવેલી અન્યાયનો જવાબ છે.

ટેરિફ અન્ય દેશોની સરખામણીમાં અડધા હશે: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તેમનાથી લગભગ અડધા ટેરિફ લઈશું જે અમારાથી વસૂલી રહ્યા છે. એટલા માટે ટેરિફ સંપૂર્ણ રીતે રેસિપ્રોકલ નહીં હોય. હું એવું કરી શકતો હતો, પરંતુ આ ઘણા દેશો માટે કઠીન બની જાત. અમે એવું કરવા નહોતા માગતા.

કયા દેશ પર શું ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે?

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે કયા દેશ પાસેથી કેટલો ટેરિફ વસૂલવામાં આવશે. આ ટ્રમ્પના ભાષણની સાથે જ લાગૂ થઈ રહ્યા છે.

  • ચીન - 34 ટકા
  • યૂરોપીય સંઘ - 20 ટકા
  • જાપાન - 24 ટકા
  • દક્ષિણ કોરિયા - 25 ટકા
  • સ્વિત્ઝરલેન્ડ - 31 ટકા
  • યૂનાઇટેડ કિંગડમ - 10 ટકા
  • તાઇવાન - 32 ટકા
  • મલેશિયા - 24 ટકા
  • ભારત - 26 ટકા

ટ્રમ્પનો વિદેશી નેતાઓને સંદેશ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશોને કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે અમારા ટેરિફ ઓછા થાય,  તો પહેલા પોતાના ટેરિફ ઓછા કરો. જો તેઓ ફરિયાદ કરશે અને ઇચ્છશે કે તેમના ટેરિફ શૂન્ય થઈ જાય, તો તેમને પોતાના ઉત્પાદન અમેરિકામાં જ બનાવવા જોઈએ. જો તમે પોતાના કારખાના અને ઉત્પાદન અમેરિકામાં બનાવે છે, તો કોઈ ટેરિફ નહીં લાગે અને અમે પહેલા ક્યારેય ન જોયેલી સંખ્યામાં કંપનીઓને અમેરિકામાં આવતા જોઈએ છે.

ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ આપણા દેશને તે લોકોથી સુરક્ષા અપાવે છે જે અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માગે છે. કેટલાક લોકો અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા હતા. કદાચ એટલી સ્પષ્ટતાથી નહીં, પરંતુ તેઓ ગંભીર આર્થિક નુકસાન પહોંચાડતા રહ્યા હતા. પરંતુ તેનાથી પણ મહત્ત્વની વાત એ છે કે ટેરિફ આપણને અભૂતપૂર્વ વિકાસ આપશે. આ ટેરિફ આપણને એવો વિકાસ આપશે, જેવો તમે પહેલા ક્યારે નહીં જોયો હોય.

ટ્રમ્પની આ ટેરિફ નીતિ ચીન, યુરોપિયન યુનિયન, ભારત, જાપાન, મેક્સિકો અને કેનેડા જેવા મોટા વેપારી ભાગીદારોને અસર કરશે. આ ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં હડકંપ મચ્યો છે અને ઘણા દેશોએ સંભવિત જવાબી કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેનાથી નવા વૈશ્વિક ટ્રેડ વોરનો ભય વધ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે, 'અમેરિકામાં આજે લિબરેશન ડે' (2 એપ્રિલ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે). ટ્રમ્પ વચન આપી રહ્યા છે કે તેમની નવી વ્યાપાર નીતિઓ અમેરિકાને 'લૂંટવાથી' બચાવશે અને દેશને ફરી પાછો 'સુવર્ણ યુગ' તરફ દોરી જશે. મંગળવારે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે, આ નવો ટેરિફ પ્રમુખ ટ્રમ્પની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકન કામદારો અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડતી 'અન્યાયી વેપાર નીતિઓ' સામે લડવાનો છે.

લાંબા સમયથી વિશ્વનું પિગી બેંક બન્યું હતું

ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'અમેરિકા લાંબા સમયથી વિશ્વનું પિગી બેંક બન્યું હતું. આજે, અમે ફરીથી નિયંત્રણ લઈ રહ્યા છીએ. આ આપણો સ્વતંત્રતા દિવસ છે - અયોગ્ય વેપાર કરારો, અમેરિકન માલ પર ભારે ટેરિફ અને અમારા વ્યવસાયો અને કામદારોને નુકસાન પહોંચાડતી નીતિઓથી આઝાદીનો દિવસ.

Tags :