Get The App

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન લેન્ડ 'ખરીદવાની' વાત કરતાં ડેન્માર્કે ત્યાં સલામતી મજબૂત કરી : સૈનિકો વધાર્યા સ્લેજ ડોગ વધાર્યા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન લેન્ડ 'ખરીદવાની' વાત કરતાં ડેન્માર્કે ત્યાં સલામતી મજબૂત કરી : સૈનિકો વધાર્યા સ્લેજ ડોગ વધાર્યા 1 - image


- 'અમે વેચાઉ નથી' ડેન્માર્કના વડાપ્રધાન

- ગ્રીન લેન્ડને સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા અપાઈ છે વિદેશ અને સંરક્ષણનીતિ કોપનહેગનના હાથમાં છે

કોપન હેગન : અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદમાં ફસાયા છે. પહેલાં તેઓએ કેનેડાને યુ.એસ. સાથે જોડી દેવાની વ્યંગમાં વાત કરી, પછી પનામા-કેનાલ ફરી હાથ કરવાની ગંભીર રીતે રજૂઆત કરી અને હવે ડેન્માર્ક પાસેથી ગ્રીન લેન્ડ 'ખરીદી' લેવાની વાત વહેતી મુકી તેઓ એક વધુ વિવાદમાં ફસાયા છે.

વાસ્તવિકતા તે છે કે, દુનિયાનો સૌથી મોટો ટાપુ ગ્રીન લેન્ડ ડેન્માર્કનો છે તેને સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા અપાઈ છે. માત્ર વિદેશનીતિ અને સંરક્ષણનીતિ ડેન્માર્કના હાથમાં છે.

હવે જાન્યુઆરી ૨૦ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ પદગ્રહણ કરે તે પછી તેઓ ગ્રીન લેન્ડ હસ્તગત કરવા પ્રયત્ન પણ કરે તેથી ડેન્માર્કે ત્યાં વધુ સૈનિકો ગોઠવી દેવાનું શરૂ કર્યું છે. ગ્રીન લેન્ડ સ્થિત ત્રણ વિમાનગૃહો ઉપર એફ-૩૫ પ્રકારનાં વિમાનો મુક્યાં છે. સૈનિકોની આવ-જા માટે સ્લેજ આ બર્ફીલા ધુવીય દેશમાં અનિર્વાય છે. તેથી સ્લેજ પણ વધારી છે અને સ્લેજ ડોગ્સ પણ વધાર્યા છે. તેમજ ડેન્માર્કે તેનો સંરક્ષણ ખર્ચ ત્રણ ગણો કરી અમેરિકા ડોલર ૧.૫ બિલિયન સુધી ઉંચે લઈ ગયું છે.

ડેનીશ ડિફેન્સ મિનિસ્ટર ટ્રોએલ્સ એલ. પૌબસેને બીવીસીને જણાવ્યું હતું કે, 'અમે સંરક્ષણ ખર્ચ તો વધાર્યો જ છે પરંતુ ટ્રમ્પ દ્વારા કરાયેલાં આ વિધાનો માત્ર વિધિની વક્રતા જ દર્શાવે છે.'

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તે ટાપુનો કબ્જો લેવો અને તેની માલિકી હોવી તે અમેરિકા માટે અનિવાર્ય જરૂરિયાત છે.

પૌલસેને વધુમાં જણાવ્યું હતું કે, અમારાં નવા સંરક્ષણ બજેટમાં બે નવા ઈન્સ્પેકશન શિપ્સ, બે લોન્ગરેન્જ ડ્રોન્સ અને બે વધારાની 'સ્લેજ ડોગ ટુકડીઓ' સમાવિષ્ટ છે. આ ઉપરાંત અમે ગ્રીન લેન્ડનાં પાટનગર 'નુક'માં અમારા આર્ટિક કમાન્ડના સૈનિકોની પણ સંખ્યા વધારવામાં આવી છે અને ત્રણે સિવિલીયન એર મોર્ટસને અપગ્રેડ કરી યુધ્ધ વિમાનો ચઢી ઉતરી શકે તેવી ઉતરાણ પટ્ટીઓ પણ બનાવાઈ રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો સુધી અમે તે આર્ટિક રીજીયન પ્રત્યે બેદરકાર રહ્યા હતા. પરંતુ હવે સાબદા થઈ ગયા છીએ અને અમારી સ્થિતિ મજબૂત કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, યુરોપ અને અમેરિકા વચ્ચેનો ટૂંકામાં ટૂંકો માર્ગ ગ્રીન લેન્ડ દ્વારા જ છે તેનું 'થુલે' એરપોર્ટ મહત્વનું છે. થુલે એરપોર્ટ નજીક જ યુએસનું મીલીટરી સ્ટેશન પણ છે. ગ્રીન લેન્ડમાં ઘણાં મિનરલ ડીપોઝિટસ છે ત્યાં યુરેનિયમ પણ હિમાચ્છાદિત ભૂમિમાં હોવાની સંભાવના છે. માટે અમેરિકાની તેની ઉપર નજર છે.

આ તબક્કે તે યાદ રહે કે પહેલાં આલાસ્કા રશિયાનું હતું પરંતુ ૧૮૨૧માં ઝાર એલેકઝાન્ડર પહેલાએ તેણે અમેરિકાને ૫૦ લાખ પાઉન્ડમાં વેચી દીધું. ત્યારે અમેરિકાના પ્રમુખપદે પ્રેસિડેન્ટ મનરો હતા. તેઓએ તે ખરીધ્યું અને પછી જાહેર કર્યું, 'અમેરિકા-ફોર-અમેરિકાન્સ'નું સૂત્ર આવ્યું હતું. ગ્રીન લેન્ડ, ડેન્માર્ક વેચવાનું નથી. તેના સંરક્ષણ મંત્રીએ કહ્યું, 'અમે વેચાઉ નથી.'


Google NewsGoogle News