હજી ત્રીજી વખત ઊભો રહીશ : આમ કહી સૌને આંચકો આપ્યો
- સરળ સત્તા હસ્તાંતરણની બાયડેને ખાતરી આપી
- બાયડેને ઑવલ ઓફિસમાં ટ્રમ્પને આવકાર્યા જીલ બાયડેન ત્યાં આવી પહોંચ્યા : મેલિના ટ્રમ્પને હસ્ત લિખિત પત્ર આપ્યો
વૉશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચીન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેર કર્યું કે જો તેમની પાર્ટી તેઓને ફરી એકવાર પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢશે, તો તેઓ ત્રીજી વખત પ્રમુખપદ માટે ઊભા રહેવા તૈયાર છે. આમ કહી ડૉનાલ્ડ ટ્રમ્પે સૌ કોઈને આંચકો આપી દીધો હતો.
આ એક અટપટો સંવૈધાનિક પ્રશ્ન અમેરિકામાં બની રહે તેમ છે. પ્રેસિડેન્ટ ફ્રેન્કવીન ડીયાનો, રૂઝવેલ્ટ સતત ચોથીવાર પ્રમુખપદે ચૂંટાયા તે પછી અમેરિકામાં સંવિધાનમાં સુધારો કરી કોઈ પણ વ્યક્તિ સતત બે ટર્મ પછી પ્રમુખપદે આવી ન શકે. તેથી જ ડૉનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની ચૂંટણીમાં ઊભા રહ્યા ન હતા. ૨૦૨૪માં તેઓ ફરી ચૂંટાયા હવે ૨૦૨૮માં પણ તેઓ ઊભા રહી શકે કે કેમ તે અંગે કાનૂની અને સંવૈધાનિક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.
આ વિવાદ વચ્ચે બુધવારે નવનિર્વાચીન પ્રમુખ ટ્રમ્પ પ્રમુખ જો બાયડેનનાં આમંત્રણને માન આપી, વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. ત્યાં પ્રમુખ બાયડેને તેઓનું સ્વાગત કર્યું હતું. આ ટૂંકી મુલાકાત દરમિયાન પ્રમુખ બાયડેને ટ્રમ્પને સરળતાથી સત્તાંતરણ કરવાની ખાત્રી આપી હતી. ટ્રમ્પ હવે ૨૦મી જાન્યુઆરીથી ઑવલ ઓફીસમાં સ્થાન લેશે.
પ્રમુખ અને નવનિર્વાચીન પ્રમુખ વચ્ચે મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા પણ થઈ હોવા સંભવ છે. ત્યારે બાયડેને સહજ રીતે ટ્રમ્પને ટી-પાર્ટી પણ આપી હતી, તે દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાયડેન પણ આવી પહોંચ્યા હતા. તેઓએ ડૉનાલ્ડ ટ્રમ્પને પોતાના સ્વહસ્તે ટ્રમ્પનાં પત્ની મેલિનાને લખેલો પત્ર આપ્યો હતો જે સ્વીકારતાં ત્રણે વચ્ચે આનંદસભર વાતચીત પણ થઈ. આ ટૂંકી મુલાકાત પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય લીધી હતી.
હવે પ્રશ્ન તેઓ ઉપર આવી રહેલા અનેકવિધ કેસોનો છે. તેની કાનૂની અને સંવૈધાનિક ગૂંચ ઉકેલવા, કાનૂન અને સંવિધાનના નિષ્ણાંતો મથામણ કરી રહ્યાં છે. મહત્ત્વની વાત તે પણ છે કે રાષ્ટ્રના સર્વોચ્ચ વડા જ્યાં સુધી તેમના સ્થાન ઉપર હોય ત્યાં સુધી તેઓ ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં. કાનૂની કાર્યવાહી ચલાવવી જ હોય તો પહેલાં તેની ઉપર ''મહા-અભિયોગ'' (ઇન્ડિક્ટમેન્ટ) ચલાવવો પડે તેમને પદ ઉપરથી દૂર કરવા પડે તેમ છતાં પણ સ્પષ્ટ બહુમતીથી પસાર થયેલા આ મહાઅભિયોગને જો પ્રમુખ ન સ્વીકારે તો કોઈ કાનૂની કે સંવૈધાનિક કાર્યવાહી રહે જ નહીં. વિપ્લવ તે એક જ વિકલ્પ રહે પરંતુ અમેરિકાની પ્રજા જો અમેરિકાના પ્રમુખપદે રહેલી વ્યક્તિ ઘણી સમજદાર હોવાથી તે સ્થિતિ તો આવવાની કોઈ શક્યતા જ નથી. તે ભૂલવું ન જોઈએ.
ફ્રાંસના લૂઈ ૧૬માં, રશિયાના ઝાર નિકોલસ બીજા અને ઈટાલીના સરમુખ્ત્યાર બેનિટો મુસોલિનીને ક્રાંતિ અને વિપ્લવને લીધે જ પદ ત્યાગ કરવો પડયો હતો તે યાદ રહે.