Get The App

ગ્રીનલેન્ડ-પનામા નહેર પર કબજો કરવા સૈન્ય મોકલતા ખચકાઈશું નહીં, ટ્રમ્પના એલાનથી ખળભળાટ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ગ્રીનલેન્ડ-પનામા નહેર પર કબજો કરવા સૈન્ય મોકલતા ખચકાઈશું નહીં, ટ્રમ્પના એલાનથી ખળભળાટ 1 - image


Donald Trump: અમેરિકાના નવ-નિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ પહેલાં જ પોતાના નિવેદનોથી ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પની નજર હાલ ગ્રીનલેન્ડ અને પનામા નહેર હાંસલ કરવા પર છે. જેના માટે તેઓએ જરૂર પડ્યે સેનાનો ઉપયોગ કરવાનો પણ સંકેત આપ્યો છે. ટ્રમ્પના આ નિવેદનને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે.

ટ્રમ્પે મંગળવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય બળના પ્રયોગી સંભાવનાનો ઈનકાર નહીં કરૂં. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે બંને પર અમેરિકન નિયંત્રણ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેનું પદ સંભાળે તે પહેલાં, ડોનાલ્ડ ટ્રમ્પ દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સહિત સહયોગીઓ અને સલાહકારોના પ્રતિનિધિમંડળ સાથે ગ્રીનલેન્ડની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતી વખતે બંને વિસ્તારની સુરક્ષા માટે સેનાના પ્રયોગના વિકલ્પને ખુલ્લો મૂક્યો હતો. ટ્રમ્પના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: જાહેર સભામાં કમલા હેરિસનું અપમાન! સેનેટરના પતિનું કેમેરા સામે શરમજનક વર્તન

ટ્રમ્પને પૂછ્યો પ્રશ્ન

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે, ગ્રીનલેન્ડ અને પનામા નહેર પર નિયંત્રણ માટે શું તે સેનાના ઉપયોગની સંભાવનાનો ઈનકાર કરશો? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, 'હું તેના પર કોઈ પ્રતિબદ્ધતા નહીં વ્યક્ત કરૂં. પનામા નહેર અમારા દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. અમને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ માટે ગ્રીનલેન્ડની પણ જરૂર છે.'

આ પણ વાંચોઃ 'બકવાસ બંધ કરો ડોનાલ્ડ...', કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા ભડક્યાં કેનેડિયન લીડર્સ

નોંધનીય છે કે, ગ્રીનલેન્ડ ડેન્માર્કનો એક સાર્વભૌમ વિસ્તાર છે, જે લાંબા સમયથી અમેરિકાનો સહયોગી અને નાટોનો સંસ્થાપક સભ્ય છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં સામેલ કરવાનો પણ વિચાર પ્રગટ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘હું આવું કરવા માટે સૈન્ય બળનો ઉપયોગ નહીં કરૂ, પરંતુ કેનેડા સામે અમે આર્થિક શસ્ત્ર ઉગામીશું.’ 


Google NewsGoogle News