Get The App

હવે ટ્રમ્પનો ડોળો યુક્રેનના દુર્લભ ખનીજો પર, યુદ્ધમાં મદદ નહીં કરવાની ઝેલેન્સ્કીને ધમકી

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
હવે ટ્રમ્પનો ડોળો યુક્રેનના દુર્લભ ખનીજો પર, યુદ્ધમાં મદદ નહીં કરવાની ઝેલેન્સ્કીને ધમકી 1 - image


Ukraine-Russia War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સત્તા સંભાળતાની સાથે પોતાના નિવેદનો અને કામોના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. એકતરફ જો બાઈડેન કોઈપણ શરત વગર રશિયા વિરુદ્ધ યુક્રેનને તમામ મદદ કરી રહ્યા હતા. જ્યારે ટ્રમ્પે સત્તા હાથમાં લેતા જ યુક્રેનની મુશ્કેલી વધારી રહી છે. ટ્રમ્પે યુક્રેન વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું છે કે, ‘યુક્રેનનો કબજો ગમે ત્યારે રશિયા પાસે જઈ શકે છે. અમેરિકાએ યુદ્ધમાં યુક્રેનની જીત માટે મદદ કરી છે, પરંતુ હવે અમે મદદ પાછી ખેંચી લેતા ખચકાશે નહીં.’

ઝેલેન્સ્કીને ટ્રમ્પની ધમકી?

ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Vladimir Putin)ને ધમકી આપી કહ્યું છે કે, ‘જો તેઓ ટ્રમ્પની વાત નહીં માને તો અમેરિકા યુક્રેને મદદ કરવાનું બંધ કરી દેશે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, યુક્રેન અમેરિકાની મદદ વગર નબળું પડી જશે અને રશિયા યુક્રેનને પોતાના હસ્તક લઈ લેશે.’

ટ્રમ્પની નજર યુક્રેનના ખનિજો પર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ની નજર યુક્રેનના દુર્લભ ખનીજો પર છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં થાય છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, અમેરિકા જેટલી મદદ યુક્રેનને કરી રહ્યું છે, તેટલી જ મદદ કરી તેઓ દુર્લભ ખનીજોની આપે. 

આ પણ વાંચો : VIDEO: અમેરિકામાં 12 દિવસમાં ચોથી વિમાન દુર્ઘટના, બે જેટ વચ્ચે ટક્કર થતા એક મોત, ચારને ઈજા

અમે જેટલી મદદ કરી, તેટલી મદદ યુક્રેન કરે : ટ્રમ્પ

એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, ‘તેમની પાસે (યુક્રેન પાસે) દુર્લભ પેટાળ, તેલ અને ગેસનો મૂલ્યવાન ખજાનો છે. હું ઈચ્છું છું કે, અમારા નાણાં સુરક્ષિત રહે, કારણ કે અમે કરોડો ડૉલર ખર્ચ કરી રહ્યા છીએ. તેઓ ઈચ્છે તો અમારી સાથે કરાર કરી શકે છે અથવા ઈચ્છતા નથી તો કોઈ વાત નહીં. કોઈક દિવસે રશિયા યુક્રેન પર કબજો કરી લેશે. કોઈક દિવસ યુક્રેન રશિયામાં જતું પણ રહેશે અથવા નહીં પણ જાય, પરંતુ અમારા નાણાં ત્યાં જઈ રહ્યા છે. હું મારા નાણાં પરત મેળવવા ઈચ્છું છું.’

‘અમેરિકા અગાઉની જેમ યુક્રેનને નાણાં નહીં આપે’

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘હું તેમને (યુક્રેન) કહ્યું કે, હું બરાબરી ઈચ્છું છું, તેઓ અમને 500 અબજ ડૉલરના દુર્લભ પેટાળ આપે. જો યુક્રેન આવું કરવા માની જાય, તો પણ અમને લાગતું નથી કે, અમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. અમે તેમને પહેલા પણ ચેતવણી આપી છે કે, હવે અમેરિકા અગાઉની જેમ યુક્રેનને નાણાં નહીં આપે.’

આ પણ વાંચો : ભારત વધારે ટેરિફ વસૂલે છે, ટ્રમ્પ મુદ્દો ઉઠાવશે: PM મોદીના પ્રવાસ પહેલા અમેરિકાનું મોટું નિવેદન


Google NewsGoogle News