ભાગ્ય અને ભગવાનની કૃપા! મોતને મ્હાત આપ્યા બાદ ટ્રમ્પે કહ્યું- મેં યોગ્ય સમયે માથું ફેરવ્યું
Former President Donald Trump : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયા બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું આજે જીવતો છું, તેનું કારણ ભાગ્ય અને ભગવાનની કૃપા છે! પેન્સિલ્વેનિયામાં ચૂંટણી રેલીમાં મારા પર થયેલો જીવલેણ હુમલો મારું મોત નક્કી કરવામાં આવ્યું હતું. આ ઘટના મારો વિચિત્ર અનુભવ હતો.
મારું મોત નક્કી કરવામાં આવ્યું હતું : ટ્રમ્પ
78 વર્ષિય ટ્રમ્પે કહ્યું કે, ‘હું ભાગ્ય અથવા ભગવાનની કૃપાથી બચી ગયો છું. તેમણે રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા મિલવૉકી જતા સમયે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે, એવું માનવામાં આવી રહ્યું હતું કે, હું અહીં નહીં રહું, મારું મોત નક્કી કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં તેમને પાંચ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવશે.
આ પણ વાંચો : તીસ્તા નદીને લઈને બાંગ્લાદેશનો ચીનને ઠેંગો, વિવાદમાં ભારતની એન્ટ્રી થતાં ડ્રેગન ભડક્યું
‘મારું મોત સરળતાથી થઈ શકતું હતું’
તેમણે કહ્યું કે, સૌથી અવિશ્વસનીય બાબત એ હતી કે, મેં માત્ર મારું માથું જ નહીં, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ફેરવ્યું હતું. જે ગોળી મારા કાનમાં વાગી હતી તેનાથી મારું મોત સરળતાથી થઈ શકતું હતું. મારું મૃત્યુ નિશ્ચિત કરવાનું આવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે, હું અહીં નહીં રહું. આ હુમલામાં એક દર્શકનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ટ્રમ્પની તસવીર લેવામાં પ્રતિબંધ
ટ્રમ્પ પર ગોળીબાર થયો ત્યારે જ 20 વર્ષિક બંદૂકધારી થૉમસ મૈથ્યૂ ક્રુક્સને ઠાર કરાયો હતો. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા મુજબ ટ્રમ્પે ડાબા કાન પર પટ્ટી લગાવી હતી, જોકે તેમના સમર્થકોને તેમની તસવીર લેવાની મંજૂરી અપાઈ ન હતી. ટ્રમ્પે કહ્યું કે, હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે, તેમણે આવું પહેલાં ક્યારેય જોયું નથી, તેમણે મારા જીવીત હોવાની વાતને ચમત્કાર કહ્યો છે. તેમણે કહ્યું કે, ભાગ્યથી અથવા ભગવાનની કૃપાથી... ઘણા લોકો કહી રહ્યા છે કે, ભગવાનની કૃપાથી હું આજે જીવિત છું. ટ્રમ્પે પોતાની તસવી તરફ ઈશારો કરીને કહ્યું કે, લડો. આ તસવીરમાં તેઓ મુઠ્ઠી બંધ કરતા જોવા મળી રહ્યા છે અને તેમને ચહેરા પર લોહી જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : મંદીના એંધાણ વચ્ચે ચીન કરી રહ્યું છે એવું કામ જેના પર આખી દુનિયાની નજર, ગુરુવારે આવશે પરિણામ