મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની? 1 - image


Firing on Donald Trump | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા અને ગોળીબાર કરાયો હતો. ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યો અને સ્ટેજની નીચે ઝૂકીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ભીડમાં ચીસા ચીસ મચી ગઇ હતી અને અફરા તફરી સર્જાઈ. લોકો આમ તેમ દોડવા લાગ્યા. ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટો તરત જ એક્ટિવ થઇ ગયા અને તેમણે ટ્રમ્પને ઘેરી લીધા.

ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો 

રેલીના જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પરથી રેલીને સંબોધિત કરી રહ્યા છે ત્યારે ગોળીબારનો અવાજ સંભળાય છે. સિક્રેટ સર્વિસ એજન્ટો મૂવ-મૂવની બૂમો પાડે છે. ગોળીબાર બાદ ટ્રમ્પ પોડિયમની નીચે કાન પર હાથ રાખીને ઝૂકી જતા દેખાય છે. ત્યારબાદ તેમના સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા.

ચહેરા પર લોહી દેખાયું

ઘટનાના વીડિયોમાં લોકોની ચીસા ચીસ સંભળાય છે. ત્યાં હાજર ઘણા લોકો પોતપોતાની જગ્યાએ સૂઈ જાય છે. સિક્રેટ સર્વિસ કમાન્ડો એક્શનમાં આવે છે અને ટ્રમ્પને ઘેરી લે છે. આ પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી બહાર આવ્યા તો તેઓ હવામાં મુઠ્ઠી હલાવતા અને કંઈક કહેતા જોવા મળ્યા. આ દરમિયાન ટ્રમ્પના ચહેરા પર અને કાનની નીચે લોહી વહી જતું જોવા મળ્યું હતું. તરત જ સિક્રેટ એજન્ટોએ ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા.

આ પણ વાંચો : ટ્રમ્પ પર ફાયરિંગ અંગે ભારતીય રાજનેતાઓની પ્રતિક્રિયા, PM મોદીએ કહ્યું- 'મિત્ર પર હુમલાથી ચિંતિત'

ટ્રમ્પે આપ્યું પહેલું નિવેદન 

ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન કહ્યું કે 'હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું કે જેમણે પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં તરત જ પ્રતિક્રિયા આપી. હું રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે અને ઘાયલ થયેલા અન્ય વ્યક્તિના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. આપણા દેશમાં આવું કૃત્ય થાય તે માનવામાં ન આવે. હાલમાં હું શૂટર વિશે કંઈ જાણી શક્યો નથી. જે હવે મરી ગયો છે. મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. ભગવાન અમેરિકા બચાવો!'

આ પણ વાંચો : VIDEO : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી  

સિક્રેટ સર્વિસે આપ્યું નિવેદન 

સિક્રેટ સર્વિસે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહ્યું કે હુમલાખોરે રેલી સ્થળની બહાર એક ઊંચા સ્થાનેથી સ્ટેજ તરફ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં રેલીમાં હાજર એક વ્યક્તિની હત્યા કરી અને અન્ય બેને ગંભીર રીતે ઘાયલ કર્યા. એજન્ટોએ હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કર્યો હતો. 

મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની? 2 - image


Google NewsGoogle News