'હું 2024ની ચૂંટણી નહીં જીતુ તો શેરબજાર ક્રેશ થઈ જશે', ડોનાલ્ડ ટ્રમ્પે આવું શા માટે કહ્યું?
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે અને તેમાં રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગેવાની કરી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાની જીત થશે તેવો વિશ્વાસ રાખી રહ્યા છે. હવે તેમણે એક મોટો દાવો કર્યો છે કે, જો તેઓ 2024ની ચૂંટણી નહીં જીતે, તો તેની અસરથી શેરબજાર ક્રેશ થઈ જશે.
'મારા કારણે ઉપર આવ્યું છે શેર માર્કેટ'
આયોવામાં અમેરિકન અર્થવ્યવસ્થાને લઈને બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમનું માનવું છે કે, અમેરિકામાં શેરબજાર છોડીને ઈકોનોમીની હાલત ખુબ ખરાબ છે. સ્ટોક માર્કેટની સારી સ્થિતિનો શ્રેય પણ તેઓ ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પર પોતાની લીડને આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, હાલ શેરબજારમાં તેજી ચાલી રહી છે, તે માત્ર એટલા માટે કે હું ચૂંટણી પોલ્સમાં લીડ ધરાવી રહ્યો છું.
'અમેરિકામાં આર્થિક મંદીની ભવિષ્યવાણી'
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ન જીતવા પર દેશમાં મોટા સંકટની ભવિષ્યવાણી પણ કરી દીધી. નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં પોતાની જીતને લઈને કોન્ફિડેન્ટ નજરે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો હું 2024માં ચૂંટણી નહીં જીતુ તો સ્ટોક માર્કેટ ક્રેશ થઈ જશે અને તેને લઈને આગામી 12 મહિનાઓમાં દેશને આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે.
'અમેરિકાનું અર્થતંત્ર ખુબ નાજુક'
ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમમાં સામેલ થતા કેટલાક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે તેમણે શેરબજારમાં તેજી અને 12 મહિનાઓમાં આર્થિક મંદીની ભવિષ્યવાણી વાળી તેમની ગત ટિપ્પણીઓ અંગે સવાલ કરાયો, તો ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ દુર્ઘટનાની આશા નથી કરી રહ્યા, પરંતુ તેમણે અર્થવ્યવસ્થા નાજુક થવા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.