Get The App

ટ્રમ્પે તુલસી ગબાર્ડને આપી મોટી જવાબદારી, વિદેશ અને સંરક્ષણ મંત્રીની પણ કરી નિમણૂક

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પે તુલસી ગબાર્ડને આપી મોટી જવાબદારી, વિદેશ અને સંરક્ષણ મંત્રીની પણ કરી નિમણૂક 1 - image


Tulsi gabbard in donald Trump Cabinet | અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટી નિમણૂક કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી થઇ છે. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાઈરેક્ટર (DNI) તરીકે નિયુક્ત કર્યા છે. 

પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન રહી ચૂક્યા છે તુલસી ગબાર્ડ 

ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તેમની તહેનાતી થઇ ચૂકી છે. તે થોડા સમય પહેલા જ ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ઉપરાંત વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.

માર્કો રૂબિયો વિદેશ મંત્રી હશે

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકાના નવા વિદેશ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે ફ્લોરિડાના સેનેટર માર્કો રૂબિયોને અમેરિકાના વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રૂબિયોની ઓળખ રૂઢિવાદી નેતા તરીકે થાય છે. તેઓ ઘણીવાર ચીન, ક્યુબા અને ઈરાન વિરુદ્ધ પોતાના મજબૂત વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. રૂબિયો 2010માં પહેલીવાર સેનેટમાં ચૂંટાયા હતા.આપ

ન્યૂઝ એન્કરને રક્ષા મંત્રીનું પદ આપ્યું 

આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નવા સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝના હોસ્ટ, લેખક અને રિટાયર્ડ આર્મી મેન પીટ હેગસેથને સંરક્ષણ મંત્રીના પદ માટે પસંદ કર્યા છે. 44 વર્ષીય પીટ હેગસેથ અફઘાનિસ્તાન અને ઈરાકમાં સૈન્યમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીટની નિમણૂક કરતી વખતે, ટ્રમ્પે તેમને એક એવી વ્યક્તિ તરીકે ગણાવ્યો છે જે મહેનતી, સ્માર્ટ અને અમેરિકા ફર્સ્ટમાં સાચો વિશ્વાસ ધરાવે છે. આ સાથે ટ્રમ્પે ફ્લોરિડાના મેટ ગેટ્ઝને દેશના નવા એટર્ની જનરલ તરીકે પસંદ કર્યા છે.

ટ્રમ્પે તુલસી ગબાર્ડને આપી મોટી જવાબદારી, વિદેશ અને સંરક્ષણ મંત્રીની પણ કરી નિમણૂક 2 - image




Google NewsGoogle News