Get The App

ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી 1 - image


US Former President Donald Trump Firing News: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરનારા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ રેલીમાં એક 20 વર્ષના છોકરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કર્યા હતા. એફબીઆઈએ તેની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરી છે. તેણે ટ્રમ્પના સ્ટેજથી લગભગ 130 યાર્ડ દૂર એક પ્લાન્ટની છત પર ઊંચાઈ પર ચઢી જઈને ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. 

એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી  

ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે, હુમલાખોરને ઘટનાસ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે અને બે અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ હતી.  

આ પણ વાંચો :  જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી

ટ્રમ્પ પોતાનું કેમ્પેઈન ચાલુ રાખશે

હુમલા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું કેમ્પેઈન ચાલુ જ રાખશે. સોમવારથી શરૂ થઈ રહેલા રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં તેઓ પહેલાની જેમ જ સામેલ થશે. ત્યાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત થવાની છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક જો બાઈડેન સાથે થવાનું નક્કી છે. ટ્રમ્પ અને બાઈડેન બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ટ્રમ્પ સતત રેલીઓ કરી રહ્યા છે અને આ દરમિયાન શનિવારે તેમના પર જીવલેણ હુમલો થયો છે. 

ટ્રમ્પ પર થયેલા હુમલાની ભારતના પ્રમુખ નેતાઓએ નિંદા કરી

વડાપ્રધાન મોદીએ આપી ત્વરિત પ્રતિક્રિયા 

વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે 'મારા મિત્ર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું. આ ઘટનાની આકરી ટીકા કરું છું. રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. અમારી સંવેદનાઓ અને પ્રાથનાઓ મૃતકોના પરિજનો અને ઘાયલો તથા અમેરિકન લોકો સાથે છે.'

આ પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી

હું ટ્રમ્પ પરના જીવલેણ હુમલાથી ખૂબ ચિંતિત છુંઃ  રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘાતક હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે 'હું અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. આવા કૃત્યોની સખત ટીકા થવી જોઈએ. હું તેના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.'

ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી 2 - image


Google NewsGoogle News