હું એક ફોન કરીશ અને રશિયા-યુક્રેન યુદ્ધ રોકાઈ જશે, આનું તો નામ જ ન લેતા : ટ્રમ્પ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Donald Trump
Image : IANS (file pic)

Donald Trump on Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો નવેમ્બરમાં હું અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈશ તો રશિયા અને યુક્રેન યુદ્ધ સહિત દુનિયાભરમાં ચાલતા સંકટના ફક્ત એક ફોન કૉલ દ્વારા ઉકેલ લાવી દઇશ. રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિસ્કોન્સિનના મિલ્વૌકીમાં 2024 રિપબ્લિકન નેશનલ કન્વેન્શનને સંબોધી રહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન સામે તાક્યું નિશાન 

રિપબ્લિકન્સને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન સરકારને હાલમાં જે આંતરરાષ્ટ્રીય સંકટ પેદા થયા છે તે હું ખતમ કરી દઈશ. બાઈડેન સામે નિશાન તાકતાં ટ્રમ્પે કહ્યું કે હું આ શબ્દનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીશ - બાઈડેન. હું હવે આ શબ્દ નહીં વાપરું. ફક્ત એક જ વખત. તેમણે દેશને જે નુકસાન પહોંચાડ્યું છે તે અકલ્પનીય છે. 

આ પણ વાંચો : બાઈડેનના ખાસ 'મિત્ર' જ હવે તેમના વિરોધી બન્યાં, મોટી ભવિષ્યવાણી કરતાં કહ્યું- 'જીત ખરેખર મુશ્કેલ'

અમેરિકાને ફરી સન્માન અપાવાની વાત કરી 

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે નેતૃત્વ કરીશું તો અમેરિકાને ફરી સન્માન મળશે. કોઈપણ દેશ આપણી તાકાત સામે સવાલ નહીં ઊઠાવે. કોઈ શત્રુને શંકા નહીં થાય. સરહદો સુરક્ષિત થશે. અર્થતંત્ર વેગવંતુ બનશે. અમે કાયદો વ્યવસ્થા મજબૂત બનાવીશું, સ્કૂલોમાં દેશભક્તિ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આખી દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સદભાવ બહાલ કરીશું.

હું એક ફોન કરીશ અને રશિયા-યુક્રેન યુદ્ધ રોકાઈ જશે, આનું તો નામ જ ન લેતા : ટ્રમ્પ 2 - image


Google NewsGoogle News