Get The App

'ટ્રમ્પ આવે છે...' બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે અમેરિકાથી આવ્યું મોટું નિવેદન

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
donald-trump


USA Statement on Bangladesh Hindu: બાંગ્લાદેશમાં હાલમાં કોમવાદની આગમાં સળગી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફરી રહ્યા છે.

શું કહ્યું અમેરિકાએ? 

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના પૂર્વ કમિશનર જોની મૂરે કહ્યું છે કે, 'અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે. પરંતુ ટ્રમ્પ હવે આવી રહ્યા છે.'

આ પણ વાંચો: અમેરિકામાં કૌભાંડ કરવામાં પણ ભારતીયો અગ્રેસર, ફ્રોડ મામલે ડોક્ટરને 20 લાખ ડોલરનો દંડ


ભારત અમારો મહત્ત્વપૂર્ણ સહયોગી 

જોની મૂરે કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શ્રેષ્ઠ ટીમ સાથે સત્તા સંભાળવા જઈ રહ્યા છે. તેમની ટીમ અમેરિકન મૂલ્યોની હિમાયતી છે અને ભારતને સાથી તરીકે જુએ છે. મને આશ્ચર્ય છે કે વર્તમાન અમેરિકન સરકાર બાંગ્લાદેશ પર વધુ ધ્યાન કેમ નથી આપતી. પરંતુ હકીકત એ છે કે અમેરિકામાં સરકાર બદલાવા જઈ રહી છે, જે બેજોડ વિદેશ નીતિ ધરાવતી હશે. પરંતુ હું કહી શકું છું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફરી રહ્યા છે અને અમેરિકન મૂલ્યોથી ભરપૂર ટીમ સારા ભવિષ્ય માટે કામ કરશે. ટ્રમ્પની આ ટીમ ભારતને એક મહત્વપૂર્ણ સહયોગી તરીકે જુએ છે. હાલમાં વિશ્વભરમાં 50 થી વધુ યુદ્ધો ચાલી રહ્યા છે.'

'ટ્રમ્પ આવે છે...' બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે અમેરિકાથી આવ્યું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News