Get The App

ટ્રમ્પે ભારતીય પત્રકારનો સવાલ ટાળી દીધો, PM મોદી બાજુમાં જ ઊભા હતા, જાણો મામલો

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પે ભારતીય પત્રકારનો સવાલ ટાળી દીધો, PM મોદી બાજુમાં જ ઊભા હતા, જાણો મામલો 1 - image


Donald Trump And PM Modi Conference: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પત્રકારની વાતો અને સવાલ સમજાયા ન હોવાનો ડોળ કર્યો હતો. તેમણે અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે પત્રકારના ઉચ્ચાર અથવા બોલવાની રીત પર સવાલ ઉઠાવ્યા હોય.

તમે શું કહી રહ્યા છો, મને સમજાતું નથીઃ ટ્રમ્પ

પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન ભારતીય પત્રકારે ટ્રમ્પને અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગે સવાલ કર્યો હતો. તે સમયે પીએમ મોદી ટ્રમ્પ પાસે જ ઊભા હતા. ટ્રમ્પે આ સવાલ પર પત્રકારને ઊંચા અવાજે સવાલ કરવા કહ્યું હતું. ત્યારબાદ પત્રકારે ફરી પ્રશ્ન રિપિટ કર્યો હતો. જેમાં ટ્રમ્પે કહ્યું કે, 'તમે જે કહ્યું તેનો એક પણ શબ્દ મને સમજાયો નથી. આવું કદાચ ઉચ્ચારને કારણે બન્યું છે. તમારો સવાલ મારા માટે સમજવો થોડો મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ ભારત ઓઇલ-ગેસ ખરીદવા તૈયાર પણ ટેરિફથી બચવાની ગેરંટી નહીં: PM મોદી-ટ્રમ્પની મુલાકાતની મોટી વાતો

અગાઉ પણ ટ્રમ્પે જવાબ ટાળ્યો હતો

ટ્રમ્પે અગાઉ પણ અફઘાનિસ્તાનની પત્રકાર સાથે આ પ્રકારનો જ વ્યવહાર કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પણ આવી જ પ્રતિક્રિયા આપી હતી. અફઘાનિસ્તાનથી આવી રહેલી એક મહિલા પત્રકારના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું હતું કે, 'તમારો અવાજ ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સારો ઉચ્ચાર છે. સમસ્યા માત્ર એ છે કે તમે જે કહી રહ્યા છો, તે હું સમજી શકતો નથી...

ભારતની સૈન્ય તાકાત વધશે

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીત બાદ કહ્યું કે તેઓ અબજો ડૉલરનો સૈન્ય પુરવઠો પૂરો પાડવાના ભાગરૂપે ભારતને F-35 ફાઇટર જેટ મોકલવા સજ્જ છે. આ વર્ષની શરુઆતથી ભારતમાં ડિફેન્સ સપ્લાય અબજ ડૉલર સુધી વધારીશું. વડાપ્રધાન મોદી એનર્જી મુદ્દે એક સમજૂતી પર પહોંચ્યા છે, જેનાથી અમેરિકા ભારત માટે ઓઇલ એન્ડ ગેસનું મુખ્ય સપ્લાયર બનશે.

ટ્રમ્પે ભારતીય પત્રકારનો સવાલ ટાળી દીધો, PM મોદી બાજુમાં જ ઊભા હતા, જાણો મામલો 2 - image


Google NewsGoogle News