USAમાં 'ટ્રમ્પ યુગ': બાઈબલ પર હાથ મૂકી લીધા શપથ, પહેલા જ દિવસે આપશે મોટા આદેશ
Donald Trump Oath Ceremony : ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટલ હિલના હૉલમાં બાઇબલ પર હાથ મૂકીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા. ટ્રમ્પની પહેલા જેડી વેન્સે ઉપરાષ્ટ્રમુખ પદના શપથ લીધા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં થયેલી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને હરાવ્યા હતા.
શપથવિધિ અને સંબોધન:
શપથવિધિ સમયના ઐતિહાસિક દ્રશ્યો:
ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની શપથવિધિ:
શપથવિધિ પહેલા જ પુતિન તરફથી વધામણાં
ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલા જ પુતિને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે યુક્રેન અને પરમાણુ હથિયારો મુદ્દે અમેરિકા સાથે વાતચીત માટે અમે તૈયાર છીએ. યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ટ્રમ્પને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું, કે 'યુનાઈટેડ કિંગડમ અને અમેરિકા વચ્ચે વિશેષ સંબંધ છે. જે આગામી વર્ષોમાં વધુ ગાઢ બનશે.'
ચર્ચમાં પ્રાર્થનાથી કરી દિવસની શરૂઆત
શપથવિધિ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાએ વોશિંગ્ટનના લાફાયેટ સ્ક્વેર સ્થિત સેંટ જોન્સ એપિસ્કોલ ચર્ચમાં પ્રાર્થના કરી હતી.
ટ્રમ્પ માટે PM મોદીનો પત્ર
ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા માટે ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ માટે ખાસ પત્ર પણ પાઠવ્યો છે.
વોશિંગ્ટન ડીસીમાં પ્રચંડ ઠંડી, ઈમરજન્સી લાગુ
અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ રોટુંડા હૉલમાં યોજાશે. અગાઉ 1985માં પણ ઈનડોર શપથવિધિ યોજાઇ હતી.
શપથ લેતા જ 100 ફાઈલો પર સહી કરશે ટ્રમ્પ
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદથી જ દુનિયાભરના દેશોના રાજકારણ પર તેજીથી ફેરબદલ થઈ રહ્યા છે. એવામાં ટ્રમ્પે કહ્યું છે કે ખુરશી સંભાળતા જ તેઓ 100 મહત્વપૂર્ણ ફાઈલો પર સહી કરશે.