ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં વધુ એક ભારતવંશીની પસંદગી, જય ભટ્ટાચાર્યને NIHમાં મહત્ત્વપૂર્ણ પદ અપાયું
Donald Trump nominates indian origin Jay Bhattacharya as NIH Director | જીત બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ઘણા લોકોને પોતાની સરકારમાં ભાગીદાર બનાવ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન ડૉ. જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) ના ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પ વોર રૂપ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલે આ અંગે માહિતી આપી છે. જય ભટ્ટાચાર્યએ પણ આ પોસ્ટને રીટ્વીટ કરી હતી.
જય ભટ્ટાચાર્યએ કરી રીટ્વિટ
ડૉ. જય ભટ્ટાચાર્યએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર રૂમમાં નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી હતી અને પોસ્ટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી NIH ડિરેક્ટર તરીકે નામાંકિત થવા બદલ હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. અમે અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સુધારો કરીશું, જેથી લોકો ફરીથી તેમના પર વિશ્વાસ કરી શકે અને અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા માટે અમે શ્રેષ્ઠ વિજ્ઞાનના પરિણામોનો ઉપયોગ કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
જય ભટ્ટાચાર્યના નોમિનેશનની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે , “હું MD, PhD જય ભટ્ટાચાર્યને NIH ના ડિરેક્ટર તરીકે નોમિનેટ કરીને રોમાંચિત છું. તે દેશના તબીબી સંશોધન અને રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે મળીને કામ કરશે. જેના કારણે આરોગ્ય ક્ષેત્ર સુધરશે અને લોકો સુરક્ષિત રહેશે.