Get The App

મહેલ જેવું ઘર, ગોલ્ફનો શોખ, ભારતમાં પણ રોકાણ: રૂ.64 હજાર કરોડના માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
મહેલ જેવું ઘર, ગોલ્ફનો શોખ, ભારતમાં પણ રોકાણ: રૂ.64 હજાર કરોડના માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image


Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. બિઝનેસમેન ટ્રમ્પનો બિઝનેસ રિયલ એસ્ટેટથી માંડી મીડિયા ટેક્નોલોજી સુધી વિસ્તરેલો છે. હાલમાં જ ક્રિપ્ટો માર્કેટમાં ઝંપલાવતાં બે મીમ કોઈન પણ લોન્ચ કર્યા છે. ટ્રમ્પ પાસે અબજો ડોલરના મેન્શનના માલિક હોવાની સાથે અનેક ગોલ્ફ ક્લબ ધરાવે છે. 

ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?

ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા તે સમયે તેમની પાસે 4.5 અબજ ડોલરની સંપત્તિ હતી. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ સંપત્તિ ઘટી 2020માં 2.1 અબજ ડોલર થઈ હતી. જો કે, રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરી એકવાર ટ્રમ્પની સંપત્તિ વધી હતી. જે 2022માં 3 અબજ ડોલર અને 2024માં 7 અબજ ડોલર થઈ હતી. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, નવેમ્બર, 2024માં ટ્રમ્પ પાસે 7.7 અબજ ડોલર (અંદાજે રૂ. 64855 કરોડ)ની નેટવર્થ હતી. 

આ પણ વાંચોઃ ટ્રમ્પના શપથ પહેલાં જ બિટકોઈન ઓલ ટાઈમ હાઈ, TRUMP કોઈને આપ્યું 1000% રિટર્ન!

ટ્રમ્પ પાસે છે 7.7 અબજ ડોલરની સંપત્તિ

ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપ5.6 અબજ ડોલર
રિયલ એસ્ટેટ1.1 અબજ ડોલર
ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટ81 કરોડ ડોલર
રોકડ અને અન્ય સંપત્તિ51 કરોડ ડોલર
કાનૂની જવાબદારીઓ54 કરોડ ડોલર


ટ્રમ્પનો બિઝનેસ

ટ્રમ્પની કુલ નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપનો છે. અનેક ગોલ્ફ ક્લબ, રિસોર્ટ્સ અને બંગલો પણ છે. ટ્રમ્પને રિયલ એસ્ટેટનો બિઝનેસ વારસામાં મળ્યો હતો. તેમના પિતા ન્યૂયોર્કના સૌથી સફળ રિયલ એસ્ટેટ ટાયકૂન પૈકી એક હતા. ટ્રમ્પે 1971માં પોતાના પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. બાદમાં તેનું વિસ્તરણ કર્યું હતું. જેમાં તેમણે ટ્રમ્પ પેલેસ, ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ સહિત અનેક લકઝરી બિલ્ડિંગ બનાવી હતી.

ભારતમાં કરોડોનું રોકાણ

ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં પણ અનેક પ્રોજેક્ટ છે. પુણે અને મુંબઈમાં ટ્રમ્પ ટાવર તૈયાર થઈ ચૂક્યા છે. આ સિવાય ગુરૂગ્રામ અને કોલકાતામાં બે નવા ટ્રમ્પ ટાવર બની રહ્યા છે. ભારતમાં ઓછામાં ઓછા ચાર અને ટ્રમ્પ ટાવર બનાવવાની યોજના છે. 

મહેલ જેવુ મેન્શન

ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અનેક લકઝરી પ્રોપર્ટી છે. તે 1 કરોડ ડોલરની કિંમતના આલીશાન મહેલ જેવા મેન્શનમાં રહે છે. જે 1927માં બનાવવામાં આવ્યુ હતું. બાદમાં ટ્રમ્પે 1985માં ખરીદ્યું હતું. 20 એકર વિસ્તારમાં વિસ્તરેલા મેન્શનમાં 58 બેડરૂમ, 33 બાથરૂમ, 12 ફાયર પ્લેસ, એક સ્પા, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ સામેલ છે. તદુપરાંત ટ્રમ્પ ન્યૂયોર્ક, મેનહટ્ટન સહિત સેન્ટ માર્ટિન, વર્જિનિયામાં પણ આલીશાન ઘર ધરાવે છે. 

લકઝરી ગાડીઓના શોખીન

19 ગોલ્ફ કોર્સના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમવાના શોખીન છે. તેમની પાસે એરક્રાફ્ટ અને લકઝરી કારનું આકર્ષક કલેક્શન પણ છે. ટ્રમ્પ પાસે પાંચ એરક્રાફ્ટ છે. રોલ્સ રોયલ સિલ્વર ક્લાઉડથી માંડી મર્સિડિઝ બેન્ઝ સહિતની સેકડોં લકઝરી કારના માલિક છે.

મહેલ જેવું ઘર, ગોલ્ફનો શોખ, ભારતમાં પણ રોકાણ: રૂ.64 હજાર કરોડના માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ 2 - image


Google NewsGoogle News