ડોનાલ્ડ ટ્રમ્પે કરી એવી પોસ્ટ કે યૂઝર્સ અકળાયા, કહ્યું - તમે હાર ભાળી ગયા છો..., ચોતરફી ટીકા
Image: Facebook
Donald Trumps Controversial Post: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે 5 નવેમ્બરે ચૂંટણી થવાની છે અને તે પહેલા પૂરજોશમાં કેમ્પેઈન ચાલી રહ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસની સાથે તેમની ટક્કર થવાની છે. એક તરફ કમલા હેરિસે જો બાઈડનની કમાન સંભાળી છે તો ટ્રમ્પનો પ્રયત્ન છે કે આ વખતે સત્તાથી વનવાસ દૂર થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા ફર્સ્ટની નીતિ માટે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણી વખત તે ઉશ્કેરણીજનક વાતો પણ કરે છે. તેમની ટિપ્પણીઓ ઘણી વખત પ્રવાસીઓ કે પછી અન્ય દેશોથી આવીને અમેરિકાના નાગરિક બનેલા લોકોને નિશાને લેનારી હોય છે.
આ દરમિયાન તેમણે ટ્વીટર પર એક એવી પોસ્ટ શેર કરી છે, જેને લઈને વિવાદ છેડાયો છે. તેમના ટીકાકારોનું કહેવું છે કે ટ્રમ્પ હાર નજીક જોઈને નફરત ભર્યું કેમ્પેઈન કરવામાં લાગી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં અમેરિકી ધ્વજ સળગતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેને સળગાવનાર લોકો તરીકે જેને દર્શાવવામાં આવ્યા છે, તેમના માથે જાળીદાર ટોપી છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટ દ્વારા બહારથી આવતાં અને ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે. ટ્રમ્પની આ પોસ્ટને લોકો ભડકાઉ ગણાવતાં નિંદા કરી રહ્યાં છે. એક યુઝરે તો એટલે સુધી લખ્યુ કે તમારી હાર નજીક જોવા મળી રહી છે. તેથી આવી પોસ્ટ આવવાનું શરૂ થઈ ગયુ છે.
એક યુઝરે લખ્યુ કે લોકોને ડરાવવા અને નસ્લવાદની પોતાની હકીકત છે. આ પોસ્ટની સાથે ટ્રમ્પે લખ્યુ હતુ, 'જો કમલા જીતી તો આ લોકો તમારા નવા પાડોશી હશે.' આ સાથે જ તેમણે કેપ્શનમાં વોટ ફોર ટ્રમ્પ પણ લખ્યું. જોકે અમુક લોકો એવા પણ છે, જેમણે ટ્રમ્પની આ પોસ્ટ બાદ પણ સમર્થન કર્યું છે. એક યુઝરે લખ્યુ કે એકલા તે જ એવા નેતા છે, જે અમેરિકાને બચાવી શકે છે. એકે લખ્યુ કે હુ 18 વર્ષનો થવાનો છું અને તમને વોટ કરવા માટે રાહ જોઈ શકતો નથી. માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર સુધી ચૂંટણી પ્રચાર વધુ આકરો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર ઘણી વખત અંગત નિશાન પણ સાધ્યું છે.