ડોનાલ્ડ ટ્રમ્પ મહત્વનાં રાજ્યોમાં જો બાયડેન કરતાં પ્રિપોલ સર્વેમાં આગળ છે : ન્યૂયોર્ક ટાઈમ્સ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પ મહત્વનાં રાજ્યોમાં જો બાયડેન કરતાં પ્રિપોલ સર્વેમાં આગળ છે : ન્યૂયોર્ક ટાઈમ્સ 1 - image


- '24ની ચૂંટણીઓ પરિવર્તનકારક બનવા સંભવ : વિદ્વાનો

- યુએસમાં જો ટ્રમ્પ આવે, બીજી તરફ ભારતમાં મોદી નિશ્ચિત છે : બંને લોખંડી મનોબળ ધરાવે છે

વોશિંગ્ટન, નવી દિલ્હી : પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પાંચ મહત્વનાં રાજ્યોમાં, જો બાયડનથી આગળ છે. તેમ ન્યૂયોર્ક ટાઇમ્સ અને સીન-કોલેજે સહકારમાં આ સર્વે  હાથ ધર્યો હતો.

બીજી તરફ ઇન્ડો-લેજિસ્યુટ વૈશ્વિક પરિસ્થિતિ ઉપરાંત એશિયાની રાજકીય પરિસ્થિતિ અને ભારતમાંથી પ્રાપ્ત થતા અહેવાલો પરથી જણાવે છે કે, ભારતમાં ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી (બીજેપી) ફરી સત્તારૂઢ બનશે. તે નિશ્ચિત લાગે છે.

ટુંકમાં વિશ્વનાં બે સૌથી મોટા લોકતંત્રોમાં લોખંડી મનોબળ ધરાવતા નેતાઓના હાથમાં લગામ આવશે તો વૈશ્વિક રાજકારણમાં પણ પરિવર્તનની સંભાવના વિદ્વાનો જોઈ રહ્યા છે.

અમેરિકાની વાત લઈએ તો નેવાડામાં ટ્રમ્પને ૫૨% અને બાયડનને ૪૧% મતદારોનું સમર્થન છે. જ્યોર્જીયામાં ટ્રમ્પ ૪૯%, બાયડન ૪૩% સમર્થકો ધરાવે છે. વિશ્વમાં સૌથી પહેલો પરમાણુ બોંબ પ્રયોગ થયો હતો તેવાં એરઝોનમાં ડોનાલ્ડ ટ્રમ્પ ૪૯% મતદારોના ટેકા સાથે બાયડનના ૪૪% (મતદારો) કરતાં આગળ છે. મિશીગન ૪૮% V/s ૪૩% દર્શાવે છે. પેન્સીલવાનિયા ૪૮% V/s ૪૪% (બાયડન) માત્ર વિસ્કોન્સીનમાં આ તફાવત વિપરીત છે. ત્યાં, બાયડનના ૪૭% સમર્થકો છે. જયારે ટ્રમ્પના ૪૫% સમર્થકો છે. પરંતુ બાયડન કૈં મોટા તફાવતથી આગળ નથી.

ઓકટોબર થી નવેમ્બર-૩ વચ્ચે આ પોલ્સ ટેલીફોન દ્વારા પ્રાપ્ત કરાયા હતા. તેમાં ૪.૪ થી ૪.૮ ટકાની ક્ષતિ હોવા સંભવ છે. પરંતુ એકંદરે મતદારો ટ્રમ્પ તરફી છે. તે નિશ્ચિત છે.

આ માટે નિરીક્ષકો બાયડનની ઢીલી વિદેશ નીતિ અને મંદગતિએ થઈ રહેલા સેવાકીય સુધારા કારણભૂત માને છે. મોટાભાગના અમેરિકનો માને છે કે એક સમયે અમેરિકાની જેવી ધાક હતી તે રહી નથી. વિશ્વ અમેરિકાને તદ્દન સહજ રીતે લે છે. જે વિશાળ સંખ્યામાં અમેરિકન માને છે. તેઓ માટે યુક્રેન યુદ્ધ કરતાં હમાસ - ઇઝરાયલ યુદ્ધ મહત્વનું છે. સૌથી વધુ મહત્વ અમેરિકાની જનતા તાઈવાનના મુદ્દાને આપે છે. ચીનની વધતી દાદાગીરીને આપે છે. તે સામે બાયડન મોળા પડે છે તેમ વિશાળ સંખ્યાના અમેરિકન માને છે. તો બીજી તરફ ભારતમાં નરેન્દ્ર મોદીએ ચીનને આપેલ જડબાતોડ જવાબ, પાકિસ્તાનને નગણ્ય કરી નાખતી ભારતની શકિતનું સર્જન કરનાર નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ તરફ જનતાનો સ્પષ્ટ ઝુકાવ છે. ૨૦૨૪ની ચૂંટણીમાં તેઓ નિશ્ચિત છે. આમ ૨૪ની બંને મહાન લોકશાહીઓની ચૂંટણીઓ પરિવર્તનકારક બનવા સંભવ છે તેમ વિદ્વાનો કહે છે.


Google NewsGoogle News