ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાના 'X' પર ટ્વીટ, લખ્યું- 'મારા પિતાનું મોત થઈ ગયું', શું હેક થયું છે એકાઉન્ટ?

ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાનું X (ટ્વિટર) એકાઉન્ટ હેક થઈ ગયું

આ એકાઉન્ટથી બાઈડન, મસ્ક સહિતની પોસ્ટ કરાઈ રહી છે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાના 'X' પર ટ્વીટ, લખ્યું- 'મારા પિતાનું મોત થઈ ગયું', શું હેક થયું છે એકાઉન્ટ? 1 - image

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાનું X (ટ્વિટર) એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેમના એકાઉન્ટથી સતત આપત્તિજનક પોસ્ટ કરાઈ રહી છે. જોકે, આ એકાઉન્ટ હેક થયાની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેમના એકાઉન્ટથી પોસ્ટ કરાઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થઈ ગયું છે, જે ફેક છે.

આ એકાઉન્ટથી અનેક પોસ્ટ કરાઈ રહી છે. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને ગાળો લખવામાં આવી રહી છે. ત્યાં સુધી એલન મસ્કને પણ પોસ્ટ કરાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાના 'X' પર ટ્વીટ, લખ્યું- 'મારા પિતાનું મોત થઈ ગયું', શું હેક થયું છે એકાઉન્ટ? 2 - image

હેકરે ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના એકાઉન્ટથી પોસ્ટ કરી છે કે, 'મને એ જણાવતા ખુબ દુઃખ થઈ રહ્યું છે કે, મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા. વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હું ભાગ લઈ રહ્યો છું.'

એકાઉન્ટથી પોસ્ટ કરાઈ છે કે, નોર્થ કોરિયાને ધૂંધળું કરી દેવાશે. આ તમામ પોસ્ટને જોતા એ શક્યતા પ્રબળ બને છે કે, આ એકાઉન્ટ હેક થયું છે.

હેકર આ એકાઉન્ટથી સતત અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને ગાળો આપી રહ્યા છે. એટલું જ નહીં આનાથી Xના માલિક એલોન મસ્ક માટે પણ આપત્તિજનક પોસ્ટ કરાઈ રહી છે. હેકરે Logan Paul માટે પણ આપત્તિજનક પોસ્ટ કરી છે. આ તમામ પાછળ કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.


Google NewsGoogle News