Get The App

ટ્રમ્પે બાઈડેનનો નિર્ણય પલટતાં નેતન્યાહુ ખુશખુશાલ, ગાઝા સહિત મધ્યપૂર્વના દેશોનું ટેન્શન વધશે

Updated: Jan 26th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પે બાઈડેનનો નિર્ણય પલટતાં નેતન્યાહુ ખુશખુશાલ, ગાઝા સહિત મધ્યપૂર્વના દેશોનું ટેન્શન વધશે 1 - image


USA President Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને મોટી રાહત આપી છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બાઈડેન દ્વારા 2000 પાઉન્ડ વજન ધરાવતા બોમ્બના સપ્લાય પર લગાવવામાં આવેલા પ્રતિબંધો દૂર કર્યા છે. બાઈડેને હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે  અસંખ્ય લોકોની થતી મોતને અટકાવવા આ નિર્ણય લીધો હતો. જેને હવે ટ્રમ્પે રદ કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ ખુશ-ખુશહાલ બન્યા છે. જ્યારે મધ્ય-પૂર્વના અન્ય દેશોનું ટેન્શન વધ્યું છે. 

યુદ્ધવિરામ કરારના કારણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હાલ બંધ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ કરી હતી કે, 'એવી ઘણી ચીજોનો સપ્લાય શરૂ કર્યો છે, જેની ઈઝરાયલે ચૂકવણી કરી છે. બાઈડેને આ ચીજોનો સપ્લાય કર્યો ન હતો.' ટ્રમ્પ સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'ટ્રમ્પ ઈઝરાયલને મોટી સંખ્યામાં બોમ્બ સપ્લાય કરી રહ્યા છે. 2000 પાઉન્ડ વજન ધરાવતા બોમ્બ મળતાં ઈઝરાયલની તાકાત વધુ મજબૂત બનશે.'

આ પણ વાંચોઃ અંગ્રેજોએ બનાવેલી રેજિમેન્ટ જેણે બ્રિટિશ સરકારને જ ધૂળ ચટાડી હતી, આજે પણ છે ભારતની શાન

ઈઝરાયલ સાથે હમાસનો યુદ્ધવિરામ કરાર

હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાં યુદ્ધ અને હુમલા રોકવા ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ કર્યો છે. જે હેઠળ ચાર ઈઝરાયલી મહિલા સૈનિકોનું જાહેરમાં સરઘસ કાઢ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ઈઝરાયલે પોતાની ચાર મહિલા સૈનિકોના બદલામાં 200 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા. જેમાં 120 એવા કેદીઓ પણ સામેલ છે. જેમણે ઈઝરાયલ પર ઘાતક હુમલો કર્યો હતો. 70 પેલેસ્ટાઈન કેદીઓને ઈજિપ્ત મોકલવામાં આવ્યા છે.

જો કે, ઈઝરાયલે સ્પષ્ટતા કરી હતી કે, આ યુદ્ધવિરામ કરાર હાલ વિસ્થાપિત અને ઘરવિહોણા બનેલા પેલેસ્ટાઈનના લોકોને પોતાના ઘરે પરત ફરવાની મંજૂરી આપતો નથી.

ટ્રમ્પે બાઈડેનનો નિર્ણય પલટતાં નેતન્યાહુ ખુશખુશાલ, ગાઝા સહિત મધ્યપૂર્વના દેશોનું ટેન્શન વધશે 2 - image

Tags :