Get The App

અન્ય દેશો પર ટેરિફ, સરહદ પર દીવાલ, પનામા...: શપથવિધિ બાદ ટ્રમ્પની મોટી જાહેરાતો

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
Donald Trump inauguration Speech


Donald Trump inauguration Speech : 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમણે બાઇબલ પર હાથ મૂકી શપથ લીધા. શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં જણાવ્યું હતું કે હું ટૂંક જ સમયમાં અનેક ઐતિહાસિક આદેશ આપવાનો છું જેના કારણે ફરી અમેરિકાનો સુવર્ણયુગ શરુ થશે. 

ટ્રમ્પે સંબોધનની શરુઆતમાં કહ્યું હતું કે અમેરિકાનો સુવર્ણકાળ હવે શરુ થઈ ગયો છે. દુનિયામાં ફરી અમેરિકાનું સન્માન વધશે. અમે અમેરિકાને તેની સંપ્રભુતા અને સુરક્ષા પરત અપાવીશું અને આ દેશ ફરી મહાન અને તાકાતવર બનીને ઉભરશે.

બોર્ડર પર દીવાલ બનાવાશે

ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ બાદ જ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે મેક્સિકો બોર્ડર પર ઇમરજન્સી લાગુ કરવામાં આવશે. મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવામાં આવશે અને ઘૂસણખોરોને અમેરિકામાંથી કાઢી મૂકીશું. 

ડ્રગ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરાશે

ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું, કે હવેથી અમેરિકા પણ ઓઇલ અને ગેસની નિકાસ વધારશે અને આ દેશ મેન્યુફેક્ચરિંગ હબ બનશે. અમે બીજા દેશો પર ટેક્સ અને ટેરિફ વધારીશું. દેશમાં કાયદો અને વ્યવસ્થા સારી કરીશું. અમેરિકામાં ડ્રગ્સ તસ્કરને આતંકવાદી જાહેર કરવામાં આવશે. 

ગાઝા અને યુક્રેન અંગે મોટું નિવેદન 

ઈઝરાયલ અને પેલેસ્ટાઇન તથા યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, કે 'હું દેશોને એક કરવાના પ્રયાસ કરીશ. શાંતિની સ્થાપના કરવી એ જ મારી પ્રાથમિકતા હશે. વિરોધીઓ પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવશે નહીં. હું યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરીશ. બીજા દેશોના યુદ્ધમાં અમેરિકાની સેના નહીં જાય. હું ઇચ્છું છું કે દુનિયા મને શાંતિદૂત તરીકે ઓળખે. મારી શપથવિધિ પહેલાં ઈઝરાયલના કેદીઓ છૂટી ગયા. મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપના માટે પ્રયાસ કરીશું.'

પનામા અંગે મોટી જાહેરાત 

ટ્રમ્પે ચીનને પડકાર ફેંકતા કહ્યું હતું, કે 'પનામા કેનાલ પરથી ચીનનો કબજો ખતમ કરીને રહીશું. પનામા કેનાલ પનામા દેશને પરત આપીને ભૂલ કરી પણ હવે પનામા કેનાલ પરત લઈશું. મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરીશું.' 


Google NewsGoogle News