Get The App

VIDEO: ટ્રમ્પ કચરો ઉઠાવતા ટ્રકમાં સવારી કરી રેલી કરવા પહોંચ્યા, બાયડેન-હેરીસ પર કર્યા આકરા પ્રહાર

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
VIDEO: ટ્રમ્પ કચરો ઉઠાવતા ટ્રકમાં સવારી કરી રેલી કરવા પહોંચ્યા, બાયડેન-હેરીસ પર કર્યા આકરા પ્રહાર 1 - image


America Presidential Election 2024 : અમેરિકામાં પાંચમી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બંને ઉમેદવાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજા પર આકરા પ્રહારો કરતાં જોવા મળી રહ્યા છે. બંનેએ ગુરુવારના રોજ વિસ્કૉન્સિનમાં રેલીઓ કરી હતી. આ દરમિયાન ટ્રમ્પ હેરિસ કરતા વધુ આકરા તેવરમાં અને અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ટ્રમ્પે સફાઈ કર્મચારીના કપડાં પહેરી અને કચરો ઉઠાવતા ટ્રકમાં બેસીને રેલીમાં પહોંચી જો બાયડેનના અપમાનનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

બાયડેને સમર્થકોને કચરો કહેતા ટ્રમ્પ ભડક્યા

રાષ્ટ્રપતિ જો બાયડેને તાજેતરમાં જ ટ્રમ્પના સમર્થકોને ‘કચરો’ કહ્યા હતા. આ નિવેદન બાદ ટ્રમ્પે પણ તેમને આકરો જવાબ આપી વિસ્કૉન્સિનમાં યોજાયેલી રેલીમાં સફાઈ કર્મચારીના કપડાં પહેરી પહોંચ્યા હતા.

કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનવાના લાયક નથી : ટ્રમ્પ

રેલીને સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનવાના લાયક નથી. હું જો બાયડેન અને કમલા હેરિસને સ્પષ્ટ કહેવા માંગુ છું કે, જો તમારામાં અમેરિકન નાગરિકો પ્રત્યે પ્રેમ નથી, તો તમે અમેરિકાનું નેતૃત્વ પણ ન કરી શકો. જો તમે અમેરિકાના લોકોને નફરત કરો છો, તો તમે રાષ્ટ્રપતિ ન બની શકો. બાયડેને મારા સમર્થકોનું અપમાન કર્યું છે. હું સફાઈ કર્મચારીના કપડાં પહેરી કચરો ઉઠાવતા ટ્રકમાં રેલી કરવા આવ્યો છું, તે બાયડેનના સન્માનમાં છે.’

કમલા હેરિસે બચાવ કર્યો

કમલા હેરિસે બાયડેનના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું કે, ‘હું કોઈના દ્વારા મત આપવાના આધાર પર તે વ્યક્તિની ટીકા કરવામાં સંપૂર્ણ અસંમત છું. જ્યારે હું સંયુક્ત રાજ્ય અમેરિકાની રાષ્ટ્રપતિ બનીશ, ત્યારે હું મને મત ન આપનારાઓ સહિત તમામ અમેરિકીઓનું પ્રતિનિધિત્વ કરીશ અને તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓને પૂરી કરીશ.’


Google NewsGoogle News